સિફિલિસ વાયરસ કહેર પુરૂષો બની રહ્યા છે ખતરનાક બિમારીનો શિકાર
જાપાનની રાજધાની ટોકયોમાં આ વાયરસના 2500થી વધું કેસ નોંધાયા છે.. જાતીય સંપર્ક દ્વારા ફેલાતી આ બીમારીના લગભગ 70 ટકા પીડિત પુરુષો છે.
જાપાનમાં સિફિલિસ વાયરસ કહેર વર્તાવી રહ્યો છે.. જાપાનની રાજધાની ટોકયોમાં આ વાયરસના 2500થી વધું કેસ નોંધાયા છે.. જાતીય સંપર્ક દ્વારા ફેલાતી આ બીમારીના લગભગ 70 ટકા પીડિત પુરુષો છે. સિફિલિસ વાયરસનો ચેપ મોટે ભાગે 20 થી 50 વર્ષની વયના પુરુષો તેમજ 20 થી 30 વર્ષની વયની સ્ત્રીઓને લાગે છે. બાળકો, ખાસ કરીને નવજાત શિશુઓ પણ તેનો શિકાર બની રહ્યા છે. ચાલો જાણીએ કે આ વાયરસ શું છે, તે કેવી રીતે ફેલાય છે અને તેના લક્ષણો શું છે ?
સીફિલિસ જાતીય સંસર્ગને લીધે થતો સૌથી જૂના રોગ પૈકીનો એક છે. તેમાં ઘટાડો થયો હોવાનું એક સમયે માનવામાં આવતું હતું, પરંતુ હવે તેના દર્દીઓની સંખ્યામાં ભયજનક દરે વધારો થઈ રહ્યો છે.
પ્રાથમિક સિફિલિસમાં, ચેપગ્રસ્ત વ્યક્તિને તેના પ્રાઇવેટ પાર્ટ, મોં, જીભ અથવા બગલ પર ઘા અથવા પિમ્પલ હોય છે જેનાથી દુખાવો થતો નથી. સામાન્ય રીતે લોકો તેને અવગણે છે. પછીના તબક્કામાં, ત્વચા પર ફોલ્લીઓ દેખાય છે, લસિકા ગાંઠો સૂજી જાય છે, તાવ સાથે નબળાઇ આવે છે, આ સાથે, વ્યક્તિના વાળ ખરવા લાગે છે. ગંભીર કિસ્સાઓમાં, તે હૃદય, મગજ અને રક્ત કોશિકાઓ પર પ્રતિકૂળ અસર કરે છે. તેના કોઈપણ તબક્કામાં સિફિલિસ નર્વસ સિસ્ટમ તેમજ આંખો અને કાનને ખરાબ રીતે અસર કરી શકે છે.
તાવ, ત્વચા પર ફોલ્લીઓ, વજન ઘટવું, વાળ ખરવા, ગળામાં દુખાવો, થાક, સ્નાયુમાં દુખાવો, માથાનો દુખાવો, લસિકા ગાંઠો સોજો વગેરેનો સમાવેશ થાય છે. જો સગર્ભા સ્ત્રીને સિફિલિસનો ચેપ લાગે છે, તો તેનું ગર્ભસ્થ બાળક પણ આ વાયરસનો શિકાર બને છે. આવી સ્થિતિમાં બાળકનો સમય પહેલા જન્મ, જન્મ સમયે મૃત્યુ અને જન્મ સમયે ઓછું વજન થવાની શક્યતાઓ રહે છે.
આવા બાળકોના શરીર પર લાલ ફોલ્લીઓ જોવા મળે છે. થોડા સમય પછી, ચેપગ્રસ્ત બાળકોની સાંભળવાની ક્ષમતા ઓછી થવા લાગે છે અને આંખોમાં સોજો આવવા લાગે છે. ડોકટરો કહે છે કે સિફિલિસ એક વાયરસ છે જે લાંબા સમય સુધી વિકાસ પામે છે અને તેના છેલ્લા તબક્કામાં જીવલેણ સાબિત થાય છે. જો તેના પ્રારંભિક લક્ષણો ઓળખવામાં આવે અને સમયસર સારવાર કરવામાં આવે તો વ્યક્તિ સ્વસ્થ થઈ શકે છે.
p2jdzx