ટોપ 10 શક્તિશાળી દેશોની યાદી માંથી ભારત બહાર
ફોર્બ્સે 2025ના વિશ્વમાં સૌથી શક્તિશાળી 10 દેશ દેશોનું રેન્કિંગ જાહેર (Top 10 most powerful countries) કર્યું છે, જેમાં ભારત ટોપ 10ની યાદીમાંથી બહાર થઇ ગયું છે. આ યાદીમાં અમેરિકા પહેલા તથા ચીન બીજા સ્થાને છે, ઇઝાયેલને દશામાં સ્થાને છે. ફોર્બ્સના જણાવ્યા મુજબ આ યાદી યુએસ ન્યૂઝની મદદથી તૈયાર કરવામાં આવી છે. દેશોનું રેન્કિંગ તૈયાર કરવામાં પાંચ મુખ્ય પરિમાણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ યાદી જે તે દેશના લીડર, આર્થિક પ્રભાવ, રાજકીય પ્રભાવ, મજબૂત આંતરરાષ્ટ્રીય જોડાણો અને મજબૂત સૈન્યના આધારે તૈયાર કરવામાં આવે છે. ફોર્બ્સના જણાવ્યા મુજબ પાવર સબ-રેન્કિંગ પાંચ પરિબળોના ઇક્વલી વેટેજ એવરેજ ઓફ સ્કોર પર આધારિત હોય છે.
અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશોએ મજબૂત સ્થિતિમાં છે. આ યાદીમાં દક્ષિણ કોરિયા, સાઉદી અરેબિયા અને ઇઝરાયેલને પણ સ્થાન મળ્યું છે, જ્યારે ભારતને સ્થાન મળ્યું નથી, પાકિસ્તાન પણ આ યાદીમાં નથી.
ભારત વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, ભારત પાસે દુનિયાની ચોથી સૌથી મોટી સેના છે અને વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે, છતાં ભારતને આ યાદીમાંથી બહાર રખાતા ઘણા પ્રશ્નો ઉભા થયા છે. જોકે આ આ યાદી ઘણા મહત્વપૂર્ણ પરિબળોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.