મહાશિવરાત્રી મેળો ૨૦૨૬ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી ગિરનાર દરવાજાથી ૩.૫ કિલોમીટર ચાલી ખુલ્લા પગે ભવનાથ મંદિર સુધી પહોંચ્યા
નાયબ મુખ્યમંત્રીશ્રીનુ ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી વિવિધ સંસ્થાઓ અગ્રણીઓ નાગરિકો દ્વારા પુષ્પ વર્ષાથી સ્વાગત અભીવાદન

નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો.પ્રદ્યુમન વાજા અને સહ પ્રભારી મંત્રી શ્રી કૌશિક વેકરીયા પણ સહભાગી બન્યા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી આજરોજ ખુલ્લા પગે ચાલી ને ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર પહોંચ્યા હતા. આ પદયાત્રામાં નાયબ મુખ્યમંત્રીશ્રીની સાથે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી અને જૂનાગઢ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાજા અને રાજ્ય ઉર્જા મંત્રીશ્રી અને સહ પ્રભારી મંત્રીશ્રી કૌશિક વેકરીયા પણ સહભાગી બન્યા હતા.
સનાતન સંસ્કૃતિ અને આધ્યાત્મિક ચેતના ના પ્રતીક સમાન મહાશિવરાત્રી મેળાનો આજરોજ શુભારંભ થયો છે. મહાશિવરાત્રી મેળા ના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી શ્રીહર્ષભાઈ સંઘવી સહભાગી બન્યા હતા. નાયબ મુખ્યમંત્રીશ્રી સ્વયમ ચાલીને સામાન્ય નાગરિકની જેમ ૩.૫ કિલોમીટરના મહાશિવરાત્રી મેળાના રૂટ ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર પહોંચ્યા હતા.
ગિરનાર દરવાજા થી ભવનાથ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં નાયબ મુખ્યમંત્રી શ્રી તેમજ અન્ય મહાનુભાવોનું વિવિધ સંસ્થાઓ,અગ્રણીઓ,નાગરિકો એ પુષ્પવર્ષાથી ઠેર ઠેર સ્વાગત અભિવાદન કર્યું હતું.
આ પદયાત્રામાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય ના જય ઘોષથી ગિરનાર તળેટીનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
આ પ્રસંગે જુનાગઢ જિલ્લા મેયરશ્રી ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયરશ્રીઆકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુશ્રી પલ્લવીબેન ઠાકર, જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઇ ઠુંમર, ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા, ધારાસભ્યશ્રી અનિરુદ્ધ દવે, ધારાસભ્યશ્રી રમેશ ટીલાળા, જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ચંદુભાઈ મકવાણા, જુનાગઢ શહેર ભાજપ પ્રમુખશ્રી ગૌરવ રૂપારેલીયા, જુનાગઢ રેન્જ આઈ.જીશ્રી નિલેશ ઝાઝડીયા,કલેકટરશ્રી અનિલ કુમાર રાણાવસિયા, જુનાગઢ પોલીસવડાશ્રી સુબોધ ઓડેદરા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ. પી. પટેલ,કમિશનરશ્રી તેજસ પરમાર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને શિવ ભક્તો સહભાગી બન્યા હતા.





