મેઘરજ તાલુકામાં મતદાર યાદીમાં છબરડા ની ફરિયાદ ઉઠી , વૃદ્ધ મહિલા જીવિત હોવા છતાં નામ કમી .!!! અન્ય એક વૃદ્ધ મહિલાનું નામ જ ગાયબ : 2 મતદારો મત આપવાથી વંચિત
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં મતદાર યાદીમાં છબરડા ની ફરિયાદ ઉઠી વૃદ્ધ મહિલા જીવિત હોવા છતાં નામ કમી .!!! અન્ય એક વૃદ્ધ મહિલાનું નામ જ ગાયબ : 2 મતદારો મત આપવાથી વંચિત
દરેક ને મત આપવાનો અધિકાર હોય છે અને 18 વર્ષ એ મત આપવાનો અધિકારી પ્રાપ્ત થતો હોય છે લોક્શાહી માં દરેક વ્યક્તિને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થતો હોય છે પરંતુ જ્યારે ચૂંટણી કાર્ડ હોવા છતાં મત આપવાથી કોઈ વંચિત રહે તો તે કેટલુ યોગ્ય …?
મેઘરજ તાલુકામાં મતદાર યાદીમાં છબરડા થયા હોવાના આક્ષેપો ઉઠ્યા છે જેમા ગ્રામપંચાયતની યોજાયેલ ચૂંટણીમાં વૃદ્ધ મહિલાનું નામ મતદાર યાદીમાં કમી હોવાથી મત આપવાથી વંચિત રહી જ્યારે અન્ય એક મહિલાનું મતદાર યાદીમાં નામ જ ગાયબ થતા મત આપવાથી વંચિત રહેતા પોતાના કિંમતી મત આપી શકયા નથી
કુણોલ 1 ગ્રામપંચાયત ના બુથ નંબર 1 ના વોર્ડ 4 ની ઘટના સામે આવી જેમાં વણકર નાનીબેન નામના વૃદ્ધ મહિલા જ્યારથી મત આપવાનો અધિકારી પ્રાપ્ત થયો ત્યારથી મત આપી રહ્યા છે પરંતુ આ ગ્રામપંચાયત ની ચૂંટણીમાં તેમનું નામ કમી માં બોલતું હોવાથી તેવો મત આપવાથી વંચિત રહ્યા છે તેમણે જણાવ્યું કે હું જીવું છું છતાં મને મત આપવા મળ્યો નથી જેના કારણે અહીં તંત્ર બેદરકારી ને લઇ હાલ વૃદ્ધ મહિલા જીવિત હોવા છતાં મતદાર યાદીમાં નામ કમી કરી દેતા મત આપવાથી વંચિત રહેતા તંત્ર પર સવાલો ઉઠ્યા છે બીજી તરફ અન્ય એક વૃદ્ધ મહિલા કે જેમનું નામ મતદાર યાદી માંથી જ ગાયબ છે અને તેઓ મત આપી શકયા નથી જેમાં
વણકર હીરાબેન નું નામ મતદાર યાદીમાંથી ગાયબ હોવાના આક્ષેપો ઉઠ્યા છે જેને લઇ કુણાલ 1 ગ્રામ પંચાયતની ચુંટણીમાં બે વૃદ્ધ મહિલાઓ મત આપવાથી વંચિત રહેતા તંત્ર પર અનેક સવાલો ઊભા થયા છે હાલ તંત્રની ની બેદરકારી હોવાના આક્ષેપો ઉઠ્યા છે આ બાબતે યોગ્ય તપાસ કરી કયા કારણે નામ કમી અને કયા કારણે મતદાર યાદી નામ નથી તે બાબતે યોગ્ય તપાસ કરી જવાબદાર તંત્ર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે