અરવલ્લી : ગરીબ રેખા નીચેના BPL રાશનકાર્ડ ગ્રાહકોને 2 મહીનાથી કઠોળ મળતું નથી ,અન્ન અને પુરવઠા વિભાગના મંત્રીના રાજમાં લાભાર્થીઓ વંચિત
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ગરીબ રેખા નીચેના BPL રાશનકાર્ડ ગ્રાહકોને 2 મહીનાથી કઠોળ મળતું નથી ,અન્ન અને પુરવઠા વિભાગના મંત્રીના રાજમાં લાભાર્થીઓ વંચિત
સરકાર ધ્વારા BPL કાર્ડ ગ્રાહકોને સસ્તા દરે અનાજ જેતે વિસ્તારમાં વિતરણ કરતી દુકાનોમાં થી અનાજ મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવે છે અને અન્ન તેમજ પુરવઠા વિભાગ ધ્વારા વિવિધ યોજનાઓ થકી લાભાર્થીઓ ને લાભ મળી રહે તે હેતુ થી વિવિધ યોજનાઓ ધ્વારા લાભ મળતો હોય છે સરકાર ધ્વારા મફત અનાજ પણ આપવામાં આવ્યું છે. જેમાં ઘઉં, ચોખા ખાંડ, મીઠું, તેમજ કઠોર અને તહેવાર સમયે તેલ સહિત સામગ્રી સસ્તા દરે BPL કાર્ડ ધારકોને મળતી હોય છે પરંતુ અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં મળતી માહિતી અનુસાર મહીનામાં કાર્ડ દીઠ મળતું 1 કિલો કઠોર જે છેલ્લા 2 મહિનાની લાભાર્થીઓને ન મળ્યું હોવાની માહિતી સામે આવી હતી. બીજી તરફ મળતું કઠોર પહેલા સમયસર મળતું હતું પરંતુ છેલ્લા બે મહીનાથી ન મળતા લાભાર્થીઓ વંચિત રહ્યા છે ત્યારે અન્ન અને પુરવઠા વિભાગના મંત્રીના રાજમાં હાલ તો બે મહીનાથી ગરીબ રેખા નીચે જીવતા લાભાર્થીઓ ને કઠોર ન મળતા અનેક સવાલો ઊભા થયા છે. આ બાબતે પુરવઠા વિભાગના અઘિકારી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ મહિનાનું કઠોર આવ્યું નથી જેના કારણે વિતરણ કર્યું નથી અને ગયા મહિને મળ્યું હતું તેમ જણાવ્યું હતું પરંતુ લાભાર્થીઓ ને ગયા મહિને પણ કઠોર મળ્યું નથી તો ગયું ક્યાં…? એ પણ એક સવાલ ઉઠ્યો છે બીજી તરફ લાભાર્થીઓ ને મળતા કઠોર બાબતે સસ્તા અનાજના સેક્રેટરી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 2 મહિનાની કઠોર આવ્યું નથી જેના કારણે વિતરણ કરવામાં આવ્યું નથી તેમ જણાવ્યું હતું પરંતુ કયા કારણે કઠોર 2 મહીનાથી બંધ થયું તેના પર અનેક સવાલો ઊભા થયા છે ત્યારે આ બાબતે જે તે તંત્ર નોંધ લઈ આ બાબતે યોગ્ય તપાસ કરી BPL કાર્ડ ના લાભાર્થીઓ ને કઠોર મળી રહે તેવી માંગ સેવાઈ રહી છે.. કઠોર ન મળવા પાછળ જવાબદાર કોણ અને કયા કારણોસર મળ્યું નથી..? એ પણ એક સવાલ છે