MEGHRAJ
મેઘરજ : સરકારી બી.એડ કોલેજ,મેઘરજમાં “યોગ દિવસ”ની ઉજવણી કરવામાં આવી
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ : સરકારી બી.એડ કોલેજ,મેઘરજમાં “યોગ દિવસ”ની ઉજવણી કરવામાં આવી
21-જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે સમગ્ર ભારત દેશમાં આખો દેશ યોગ મય બનતો હોય છે જેની ઉજવણી પણ વિવિધ જગ્યાએ શાળા થી લઇ કોલેજો સહીત અનેક જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં આવેલ સરકારી બી.એડ કોલેજ,મેઘરજમાં “યોગ દિવસ”ની ઉજવણી કરવામાં આવી જેમાં બી. એડના તાલીમાર્થીઓએ તેમજ સ્ટાફગણ દ્વારા અલગ અલગ યોગ કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે આચાર્ય ડૉ. રામ ચોચા સાહેબ દ્વારા તાલીમાર્થીઓને યોગ વિશે ની માહિતી આપી હતી તેમજ યોગ દિવસની શુભકામના પાઠવી હતી.