NATIONAL

એક મહિલાએ 10 પુરુષો સાથે કર્યા લગ્ન, બધા પર લગાવ્યો બળાત્કારનો આરોપ

એક મહિલાએ 10 પુરુષો સાથે લગ્ન કર્યા. તેમની સાથે સંબંધો બનાવ્યા હતા.  હવે તેણે બધા પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. આ કેસની સુનાવણી કરી રહેલી કર્ણાટક હાઈકોર્ટે તાજેતરમાં જ પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષક (DG-IGP) ને સમગ્ર રાજ્યના પોલીસ સ્ટેશનોમાં શંકાસ્પદ મહિલા દીપિકાની માહિતીને ડિજીટલ રીતે પ્રસારિત કરવા અને તેમની ફરિયાદો અંગે ચેતવણી આપવાનો નિર્દેશ આપ્યો હતો.

જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ કર્ણાટકના હાસન જિલ્લાના સકલેશપુરમાં કોફી પ્લાન્ટેશનના માલિક પીકે વિવેક અને તેના પરિવારના સભ્યો સામેના કેસને રદ કર્યા પછી આ નિર્દેશ આપ્યો હતો. કોડાગુ જિલ્લાના કુશલનગરના રહેવાસી વિવેક અને દીપિકા 28 ઓગસ્ટ, 2022ના રોજ મૈસૂરના હોટેલ લલિત મહેલ પેલેસમાં બિઝનેસના કામના સંબંધમાં મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે સંબંધ બંધાયો.

Back to top button
error: Content is protected !!