KHERGAMNAVSARI

ખેરગામ મુસ્લિમ પ્રીમિયર લીગમાં ઝાઇદ ઇલેવન વિજેતા*

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામમાં મુસ્લિમ સમાજના યુવાનોમાં એકતા અને ભાઈચારાની ભાવના વિકસે એ હેતુથી દરવર્ષે જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં મુસ્લિમ પ્રીમિયર લીગનું આયોજન મુસ્લિમ સમાજના આગેવાનો સાજીદભાઇ, સાબિરભાઈ,સજ્જુભાઈ, આશીફભાઈ,જાવેદભાઈ,અદનાન સહિતનાઓ દ્વારા કરવામાં આવે છે.આ વર્ષે પણ 5 ટીમો સાથે ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ખેરગામના જાણીતા તબિબ ડો.નિરવ ભુલાભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું.જેમાં ઝાઇદ ઇલેવન વિજેતા બની અને જાવેદ એન્ડ સન્સ ઇલેવન રનર્સ અપ રહી.આ પ્રસંગે ડો.નિરવ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે ખેરગામનો મુસ્લિમ સમાજ હંમેશા શાંતિપૂર્ણ અને તાલુકાની પ્રગતિમા સહભાગી રહ્યો છે.દરવર્ષની જેમ જ આ વર્ષે પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત થવું એ મારા માટે પણ ખુબ જ આનંદની લાગણી છે.આવી જ રીતે ભવિષ્યમાં પણ ખેરગામ તાલુકાના આદિવાસી,હિંદુ, મુસ્લિમ,ખ્રિસ્તી,શીખ તમામ સમુદાયો સાથે મળીને દેશના વિકાસમાં ખુબ જ મહત્વનું યોગદાન આપશે એવુ મારું માનવું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!