ENTERTAINMENTNATIONAL

ભાજપે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ટિકિટ આપી

લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. બીજી તરફ તમામ રાજકીય પક્ષો ચૂંટણીની પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે રવિવારે ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ટિકિટ આપી છે.

ભાજપે હિમાચલ પ્રદેશના મંડીથી કંગના રનૌતને ટિકિટ આપી છે. અગાઉ બગલામુખી મંદિરમાં માતાના દર્શન કરતી વખતે કંગનાએ મીડિયા પત્રકારો સાથે વાતચીત કરી હતી. જ્યારે તેમને લોકસભા ચૂંટણી લડવા અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે અભિનેત્રીએ કહ્યું કે, ‘હા જો માતા રાનીના આશીર્વાદ અને કૃપા રહેશે તો તે મંડી સંસદીય ક્ષેત્રમાંથી ચૂંટણી લડશે.’ કંગના રણૌત હિમાચલ પ્રદેશના મંડીની રહેવાસી છે.

ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પાંચમી યાદીમાં 111 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ઉદ્યોગપતિ નવીન જિંદાલ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ગણતરીના કલાકોમાં જ ભાજપ જોડાયા છે. ભાજપે નવીન જિંદાલને હરિયાણાની કુરૂક્ષેત્ર બેઠક પરથી ટિકિટ આપી છે.

ભાજપે ત્રીજી યાદીમાં તમિલનાડુના નવ ઉમેદવારના નામ જાહેર કર્યા હતા, જ્યારે ભાજપે બીજી માર્ચે પહેલી યાદીમાં 195 ઉમેદવારો તો 13 માર્ચે બીજી યાદીમાં 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ચોથી યાદીમાં 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આમ ભાજપે અત્યાર સુધીમાં કુલ 402 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે 16 માર્ચે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત 19 એપ્રિલથી થશે અને 1 જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લાં તબક્કાનું મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!