TANKARA:ટંકારાના પી. એમ. શ્રી સજનપર પ્રાથમિક શાળાનું ગૌરવ

TANKARA:ટંકારાના પી. એમ. શ્રી સજનપર પ્રાથમિક શાળાનું ગૌરવ
જવાહર નવોદય પરીક્ષામાં સમગ્ર મોરબી જિલ્લામાં 19 માં સ્થાને ટંકારા તાલુકાની પી. એમ. શ્રી સજનપર પ્રાથમિક શાળામાં ધો. 5 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી જાદવ શિવમ બાલુભાઈ એ આ વર્ષે યોજાયેલ જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી સમગ્ર જિલ્લામાં કુલ 80 વિદ્યાર્થીઓ પાસ થયેલ જેમાં 19 મો ક્રમ મેળવેલ છે. આ અનોખી સિદ્ધિ બદલ સમગ્ર શાળા પરિવાર અને ગામના સરપંચશ્રી તેમજ સમગ્ર ગામલોકોએ વિદ્યાર્થી અને તેમના પરિવારજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે આ તકે ઉલ્લેખનીય છે કે શ્રી સજનપર પ્રાથમિક શાળામાં હર હંમેશ બાળકોના વિકાસ માટે શિક્ષકો દ્વારા જવાહર નવોદય, CET, NMMS, PSE અને જ્ઞાનસાધના જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની નિયમિત તૈયારી કરાવવામાં આવે છે. આ અનોખી સિદ્ધિ બદલ તમામ શિક્ષકોને આચાર્યશ્રી અલ્પેશભાઈ પુજારાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.









