BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ : પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવ્યા બાદ છેતરપિંડી અને ચોરી કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ એ’ ડીવીઝન પોલીસે ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર શિલ્પી સ્ક્વેર સામે આવેલ એચપી પેટ્રોલપંપ ખાતે પીકઅપ વાનમાં ઇંધણ પુરાવ્યા બાદ છેતરપીંડી કરનાર 2 પૈકી એક ઇસમને ઝડપી પાડ્યો હતો.

ભરૂચના જંબુસર બાયપાસ રોડ ઉપર આવેલ નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતા મહમંદ જૈનુલ અસહાદ દિવાન ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર શિલ્પી સ્ક્વેર સામે આવેલ એચપી પેટ્રોલપંપ ખાતે નોકરી કરે છે. જેઓના પંપ ઉપર પીકઅપ ચાલક સહીત 2 ઈસમો આવ્યા હતા, જેઓએ રૂ. 2310નું ડીઝલ પુરાવ્યું હતું, અને ઓનાલીન પેમેન્ટ કરી દીધું હોવાનું ફોનમાં બતાવી રૂપિયા નહિ ચૂકવ્યા બાદ પેટ્રોલપંપના પોઈન્ટના ખાનામાં રહેલ રોકડા 10 હજાર મળી કુલ 12 હજારથી વધુની મત્તા લઇ પેટ્રોલપંપ સંચાલક સાથે છેતરપીંડી કરી ફરાર થઇ ગયા હતા. છેતરપીંડી અંગે ભરૂચ શહેર એ’ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ગુનો નોંધી ગણતરીના દિવસોમાં હિંમતનગર ખાતેથી 2 પૈકી હિંમતનગરના ઇલોલ ગામમા રહેતા વ્રજપાલ વનરાજસિંહ ઝાલાને ઝડપી પાડી ફોન અને ગાડી મળી રૂ. 4.05 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!