દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, સક્રિય કેસ 20 ગણા વધ્યા !!!
દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, સક્રિય કેસ 20 ગણા વધ્યા છે. હાલમાં સક્રિય કેસની સંખ્યા 5755 થી વધુ છે. છેલ્લા 24 કલાકમાં 391 નવા કેસ નોંધાયા છે જ્યારે 760 લોકો સ્વસ્થ થયા છે. કમનસીબે, ચાર લોકોએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે.
દેશભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આંકડાઓ પર નજર કરીએ તો, માત્ર 15 દિવસમાં કોવિડના સક્રિય કેસોમાં 20 ગણો વધારો થયો છે. દેશમાં સક્રિય કોવિડ કેસની સંખ્યા 5,755 થઈ ગઈ છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં 391 કેસ નોંધાયા છે. તે જ સમયે, 760 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. કેરળ દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય રહ્યું છે. તે પછી ગુજરાત, પશ્ચિમ બંગાળ અને દિલ્હીનો ક્રમ આવે છે.
દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 5755ની પાર થઈ ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 391 નવા કેસ નોંધાયા છે અને મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડુ સહિતના 4 લોકોએ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગુજરાતમાં આજે શનિવારે (7 જૂન) કોરોનાના 183 નવા કેસ નોંધાતા રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 822 પર પહોંચ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 183 નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 822 પર પહોંચી ગઈ છે. જેમાંથી 29 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 793 દર્દી હોમ આઇસોલેશનમાં છે. આ સિવાય 78 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.
વડોદરામાં ગત રોજ 11 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. તેવામાં ગતરોજ 6 માસના બાળકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેના જરૂરી સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલવામાં આવ્યાં હતા. જોકે તેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યું છે.