WANKANER:વાંકાનેરમાં સામાન્ય વરસાદ માં પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારો પાણીમાં ગરક થયા!!
WANKANER:વાંકાનેરમાં સામાન્ય વરસાદ માં પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારો પાણીમાં ગરક થયા!!!
વર્ષોથી જાહેર શૌચાલય ગટર અને વરસાદના પાણીના નિકાલ માટે જોખમી બન્યું!

વાંકાનેર શહેર માં મોટાભાગે રોડ રસ્તા નાના મોટા ખાડાધારી બન્યા છે જેથી વાહન ચાલકો અને રાહદારી માટે જોખમી બન્યા છે ત્યારે હાલ મોસમ નો વરસાદ અંતર્ગત નદી નાલા હોકરા માં વરસાદ અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા મા તંત્ર દ્વારા નિષ્ક્રિયતા રહી હોય તેવી ઘટના વાંકાનેર ની નેતાગીરી સાથે તંત્રની પોલ ખોલી રહી છે વિકાસને વેગ આપવામાં નેતાઓ બૂમાબૂમ કરી રહ્યા છે વાસ્તવિકતા મા મતદાર પ્રજા સમસ્યાઓથી ચિંતક બની હોય તેવી ઘટના અખબારોના સમાચાર બની રહી છે વાંકાનેર શહેર અને તાલુકા પોલીસ મથક નજીક જુનવાણી શૌચાલય ગંદકી ગટરના ખાડામાં અડીખમ ઉભું રહ્યું છે જેના પરિણામે ગંદા ગટરના પાણી સહિત હાલ મોસમ ના વરસાદ ના પાણીના નિકાલ માટે જોખમી બન્યું હોય તેના પરિણામે વરસાદના પાણી થી સમગ્ર વિસ્તાર પાણીમાં ગરક થઇ રહ્યું છે જેથી રોગચાળાનો ગંભીર ભયં ત્યાંથી પસાર થતા લોકો સાથે સ્થાનિક લોકોને પણ કોઈ રોગનો ભોગ બને તે પહેલા તંત્ર વાહકો ફરજ ના ભાગે એલર્ટ થઈ સમસ્યા સ્વરૂપે વાંકાનેર શહેરમાં રોડ રસ્તા ના ખાડા પુરી જોખમી નાલા હોકરા શૌચાલય દૂર કરી ગંદા પાણી સાથે મોસમના વરસાદના પાણીનો નિકાલ ની વ્યવસ્થા કરી ફરજ ના ભાગે માનવતાની ઓળખ આપવા જેવી તાતી જરૂરિયાત જન્મી છે જે તંત્રની નિષ્ક્રિયતા ના સ્વરૂપે વાંકાનેર પોલીસ સ્ટેશન નજીક શૌચાલય આસપાસ ગંદકી ગટરના ખાડા માં ગંદા અને વરસાદના પાણી ચોકઅપ થતા સામાન્ય વરસાદમાં પણ પોલીસ મથકની આસપાસના વિસ્તારો પાણીમાં ગરક થતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે








