
વિજાપુર કનકપુરા પાટીયા પાસે આવેલ કિશાન કોટન ઇન્ડસ્ટ્રીઝ મા કપાસ ની ચોરીની કોશિશ કરતા ઈસમ ને ઝડપી પાડયો
કપાસ ના પોટલાં મૂકી બે અજાણ્યા ઈસમો ફરાર પોલીસ મથકે ત્રણ સામે ફરીયાદ નોંધાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર કનકપુરા પાટીયા પાસે આવેલ કિશાન કોટન ઇન્ડસ્ટ્રીઝ રાત્રીના કપાસ ની ચોરી કરતા ત્રણ પૈકી એક ઈસમને ફેક્ટરી માંથી નાસવા જતા કપાસ ના પોટલાં સાથે ઝડપી લીધો હતો જ્યારે અજાણ્યા બે ઈસમો કપાસના પોટલા મૂકીને નાસી ગયા હતા. પોલીસ મથકે ત્રણ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કનકપુરા પાટીયા પાસે આવેલ કિશાન કોટન ઇન્ડસ્ટ્રીઝ ની ફેકટરી ચલાવતા બાબુ ભાઈ વિઠ્ઠલ ભાઇ પટેલ ને તેમના ફેકટરી મા સુપરવાઇઝર વિશાલ રમેશભાઈ પટેલ ફેકટરી ઉપર હાજર હતા અને મજૂરો સૂઈ રહ્યા હતા તે સમયે ફેકટરીમાં કોઈ ઇસમો નો પ્રવેશ કરવાનો અવાજ આવતા સુપરવાઇઝર વિશાલ પટેલે ફેકટરીના માલિક ને ફોન કરી બોલાવતા તેઓએ મજૂરો ને જગાડી ને ચોરીનો પ્રયાસ કરતા ગઢડા વચલા વાસ મા રહેતા વિરેન્દ્ર સિંહ બળવંત સિંહ ઝાલા ને ઝડપી પોલીસ ને હવાલે કરી બે અજાણ્યા ઈસમો સહિત ત્રણ સામે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે પોલીસે નાસી છૂટેલા બે ઈસમો ને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે



