BHILODAGUJARAT

ભિલોડાના સુનોખ પાસે આવેલ જંગલમાં આગની ઘટના, ડુંગરો પર આગ લાગવાના બનાવોમાં વધારો, ડુંગર પર લાગતી આગના બનાવો અટકાવવામાં વનવિભાગ નિષ્ફ્ળ..!!!

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

ભિલોડાના સુનોખ પાસે આવેલ જંગલમાં આગની ઘટના, ડુંગરો પર આગ લાગવાના બનાવોમાં વધારો, ડુંગર પર લાગતી આગના બનાવો અટકાવવામાં વનવિભાગ નિષ્ફ્ળ..!!!

ઉનાળો શરૂઆત થતાની સાથે વિવિધ જંગલોમાં આગ લાગવાના બનાવો દિનપ્રતિદિન વધારો થતો જાય છે જેમાં ડુંગરો પર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે અને વનરાજી બળી ને ખાખ થતી હોય છે બપોર ના સુમારે ભિલોડા ના સુનોખ પાસે આવેલ જંગલ માં આગની ઘટના સામે આવી હતી

મળતી માહિતી અનુસાર બપોરે ભિલોડા તાલુકા ના સુનોખ પંથક માં આવેલ જગલ વિસ્તાર માં ડુંગર પર ધુમાડા ના ગોટેગોટા જોવા મળ્યા જેથી ગ્રામજનો ડુંગર તરફ દોડી આવ્યા અને જોયું તો જંગલ ની વનરાજી ભડ ભડ સળગી રહી હતી, લોકો એ આગ ને કાબુ માં લેવાનો પ્રયત્ન કર્યો પણ આગ વધતી જ ગઈ,જેથી સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી અને વન વિભાગે મોડાસા પાલિકા ના ફાયર વિભાગ ને જાણ કરી હતી ,ફાયર વિભાગ ની ટિમ ઘટના સ્થળે દોડી આવી અને આગને કાબુમાં લીધી હતી,જો કે ફાયર સ્થળ પર પહોંચે એ પહેલાં જંગલ ની મોટા ભાગની વનરાજી બળી ને ખાખ થઈ હતી,આગ કયા કારણોસર લાગી એ હકીકત જાણી શકાઈ નથી

બીજી તરફ ઉનાળા ના સમયે ડુંગર પર લાગતા આગના બનાવો અટકાવવામાં વનવિભાગ નિષ્ફળ નીવડતું હોય તેવો ઘાટ જોવા મળી રહયો છે, ડુંગર પર આગ લાગવાના બનાવો ઓછા થવાને બદલે વધતા જોવા મળી રહ્યાં છે દર વર્ષએ વનવિભાગ દ્વારા હજારો વૃક્ષો ઉગાડાવા આવે છે તેની સામે બીજી તરફ આગ લાગવાથી વૃક્ષો નાશ પામે છે આ બાબતે વનવિભાગ નોંધ લઇ ડુંગરપર લાગતા આગના બનાવો અટકાવે તે ખુબ જરૂરી છે

Back to top button
error: Content is protected !!