NATIONAL
મહિલા સન્માન ની વાતો કરતી પાર્ટીના નેતાઓ મહિલા અત્યાચાર માં નંબર-૧ ઊપર : ADR રિપોર્ટ
ભાજપના સૌથી વધુ 44 ધારાસભ્ય અને 10 સાંસદો સામે મહિલા સામે અત્યાચારના ગંભીર ગુના નોંધાયેલા છે.


ADR અને નેશનલ ઇલેક્શન વોચ દ્વારા ભારતના 3938 ધારાસભ્ય અને 755 સાંસદ સભ્યો (28 રાજ્ય અને 5 કેન્દ્રશાસિત પ્રદેશ) સોગંદનામાનું વિશ્વેષણ કરવામાં આવ્યું છે. આ વિશ્લેષણમાં મહિલાઓ ઉપરના અત્યાચારના ગુનાઓ ધરાવતા MP અને MLA કેટલા છે? તેનો અહેવાલ આપવામાં આવ્યો છે. આ જાહેર થયેલા ગુનાહો છે જેમાં ફરિયાદ દાખલ થઈ છે તે સિવાયના તો વિચારી ના સકાય કેમ કે સત્યના ઉપયોગ થી ઘણા ગુનાઓ નોંધાય પણ નહીં હોય.
755 સાંસદ અને 3038 ધારાસભ્યમાંથી 135 ધારાસભ્ય અને 16 સાંસદ સભ્ય સહિત ટોટલ 151 સામે મહિલા ઉપર અત્યાચારના ગુનાઓ દાખલ છે. તેમાં બળાત્કાર, અપહરણ, લગ્ન માટે બળજબરી કરવી, શારીરિક, માનસિક અત્યાચાર, જાતિય શોષણના હેતુથી સગીરાની ખરીદી વગેરે પ્રકારના ગંભીર ગુનાઓ દાખલ છે.
પક્ષ પ્રમાણે સંખ્યા જોઇએ તો ભાજપના સૌથી વધુ ધારાસભ્યો સામે મહિલાઓ ઉપર અત્યાચારના ગંભીર ગુના નોંધાયેલા છે. તે બાદ કોંગ્રેસ,TDP,AAP, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ, ધારાસભ્ય સામે મહિલાઓ ઉપર અત્યાચારના ગુના નોંધાયેલા છે.
ભાજપના સૌથી વધુ 44 ધારાસભ્ય અને 10 સાંસદો સામે મહિલા સામે અત્યાચારના ગંભીર ગુના નોંધાયેલા છે. તે બાદ કોંગ્રેસના 22 ધારાસભ્ય અને 1 સાંસદ સામે આ ગુનો નોંધાયેલો છે.
રાજ્યવાર જોઇએ તો પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશના સૌથી વધુ 21-21 ધારાસભ્ય સામે મહિલાઓ ઉપર અત્યાચારના ગંભીર ગુના નોંધાયેલા છે.પશ્ચિમ બંગાળના 4 સાંસદો સામે પણ મહિલા ઉપર અત્યાચારના ગુના નોંધાયેલા છે.
ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના 4 ધારાસભ્ય સામે મહિલાઓ ઉપર અત્યાચારનો ગંભીર ગુનો નોંધાયેલો છે. ગુજરાતના 26માંથી એક પણ સાંસદ સામે મહિલા પર અત્યાચારનો ગુનો નોંધાયેલો નથી.
ગુજરાતના 4 MLA (જેઠાભાઈ ભરવાડ- શહેરા , જનકભાઈ તલાવિયા – લાઠી , જિગ્નેશ મેવાણી – વડગામ અને કિરીટ પટેલ – પાટણ )ની સામે મહિલાઓ ઉપરના અત્યાચાર અંગેના ગુનાઓ દાખલ થયેલા છે.
ભાજપના 2 સાંસદ સામે બળાત્કારના ગંભીર ગુના દાખલ છે. ભાજપના 3 ધારાસભ્ય સામે પણ બળાત્કારના ગુના નોંધવામાં આવ્યા છે. કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસના 5 ધારાસભ્ય સામે બળાત્કારનો ગુનો નોંધાયેલો છે. આ સિવાય AAP,તૃણમૂલ કોંગ્રેસ, AIUDF, ભારત આદિવાસી પાર્ટી અને બીજેડીના એક-એક ધારાસભ્ય સામે પણ બળાત્કારનો ગુનો નોંધાયેલો છે.
