NATIONAL

એસપી દ્વારા યૌન શૌષણ કરતાં હોવાનો 7 મહિલા પોલીસ કર્મીઓનો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ

IPS ઓફિસરનું સેક્સ-હનીટ્રેપ કૌભાંડ! 7 મહિલા પોલીસનો લેટર વાયરલ

હરિયાણામાં IPS ઓફિસર પર યૌન શૌષણના ગંભીર આરોપ લાગતાં પોલીસ બેડામાં હડકંપ મચ્યો છે. જિંદના એસપી સુમિત કુમાર યૌન શૌષણ કરતાં હોવાનો 7 મહિલા પોલીસ કર્મીઓનો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો છેક સીએમ નાયબ સિંહ સૈની સુધી પહોંચ્યો છે. સાત મહિલા પોલીસ કર્મચારીઓએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે જીંદ એસપી મહિલા પોલીસ કર્મચારીઓ પર ખોટી દાનત રાખે છે. એટલું જ નહીં પરંતુ એસપી સુમિત કુમાર એક મહિલા અધિકારી સાથે મળીને સેક્સ રેકેટ અને હની ટ્રેન રેકેટચલાવી રહ્યાં હોવાનો પણ આરોપ લાગ્યો છે.
સાત મહિલા પોલીસ કર્મીઓએ ઈમેઈલ મારફત મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, એડીજીપી અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પત્ર લખ્યા હતા. જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, એસએચઓ, ડીએસપી અને આઈપીએસ અધિકારી સાથે મળી હનીટ્રેપ અને સેક્સ રેકેટ ચલાવી રહ્યા છે. આ એસએચઓ અને ડીએસપી બંને મહિલાઓ છે.

આ કેસમાં તપાસ કરનારા ફતેહાબાદ એસપી આસ્થા મોદીએ જણાવ્યા પ્રમાણે, 19 મહિલા પોલીસકર્મીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. જે પૂર્ણ થયા બાદ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. પત્રમાં મહિલા પોલીસકર્મીઓએ કહ્યું કે એક મહિલા એસએચઓ, ડીએસપી અને એક એસપી અશ્લીલ પ્રવૃત્તિમાં સામેલ છે. જો કોઈ પોલીસકર્મી આ સતામણી સામે અવાજ ઉઠાવે છે તો તેનો એન્યુઅલ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ (ACR) બગડી જાય છે. પત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે એસએચઓ અને આઈપીએસ અધિકારી વચ્ચે અવૈધ સંબંધ છે. તેમણે કહ્યું કે એસએચઓ મહિલા પોલીસકર્મીઓને આઈપીએસને સોંપવામાં આવે છે.

પત્રમાં જણાવાયું  હતું કે, જીંદના ધારાસભ્ય કૃષ્ણા મિધાના હસ્તક્ષેપને કારણે એક વિધવા મહિલા અધિકારીને આ રેકેટમાંથી ઉગારી લેવામાં આવી હતી. જો કે તેનો ACR ખરાબ કરવામાં આવ્યો હતો. આઈપીએસ ઓફિસર સુંદર દેખાતી મહિલા પોલીસકર્મીઓ પર નજર રાખે છે. એસપીની પત્ની અને બાળકો અન્ય જિલ્લામાં રહે છે. એક દિવસ એસએચઓ મને એસપીના નિવાસ સ્થાને લઈ ગયાં. જ્યાં મને ચા બનાવવાનું કહેવામાં આવ્યું પરંતુ જ્યારે હું ચા લઈને પાછી ફરી ત્યારે  એસએચઓ મેડમ ત્યાંથી ગાયબ હતા. ત્યાં માત્ર એસપી હતા. એસપીએ મને દબાણપૂર્વક પોતાના સકંજામાં કસવા પ્રયાસ કર્યો, પરંતુ હું ત્યાંથી ભાગી જવામાં સફળ રહી.

કેમ્પ ઓફિસ પહોંચ્યા બાદ એસએચઓને આ સંપૂર્ણ ઘટના વિશે જણાવ્યું તો તેઓ નારાજ થઈ ગયા અને કહ્યું, તેણે અધિકારીને સહયોગ આપવો જોઈએ. ત્યારબાદ મહિલા પોલીસ કર્મીએ ડીએસપી સમક્ષ પણ આ રજૂઆત કરી તો તેને જવાબ આપવામાં આવ્યો કે, પ્રમોશન જોઈતુ હોય તો સહયોગ આપવો પડશે. બાદમાં એસએચઓ દ્વારા પ્રતાડિત કરવામાં આવી. તેનો ACR ખરાબ કરવાની ધમકી આપી. મહિલા પોલીસ કર્મીએ આ મામલે ન્યાય નહીં મળે તો આપઘાત કરી લેવાની ચીમકી પણ આપી. પત્રમાં એસએચઓ, ડીએસપી અને અન્ય અધિકારીઓ સાથે મળીને ગેંગ ચલાવી રહ્યા છે. ધનિક ઘરના યુવકોને અને છોકરાઓને ફસાવી હની ટ્રેપમાં ફસાવી મોટી રકમ વસૂલી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!