જામીન અરજીઓને કારણ વગર લાંબા સમય સુધી પેન્ડિંગ રાખવા મુદ્દે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી
દેશની વિવિધ કોર્ટમાં જામીન અરજીઓને કારણ વગર લાંબા સમય સુધી પેન્ડિંગ રાખવા મુદ્દે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. અને કહ્યું હતું કે જામીન અરજી અંગે નિર્ણય લેવામાં એક દિવસનો પણ વિલંબ નાગરિકોના મૂળભૂત અધિકારોને અસર કરે છે. સુપ્રીમના જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ કે વી વિશ્વનાથનની બેન્ચે કહ્યું હતું કે જામીન અરજીઓને વર્ષો સુધી પેન્ડિંગ રાખવાની પ્રેક્ટિસને અમે યોગ્ય ઠેરવતા નથી.
એક દિવસનો પણ વિલંબ નાગરિકોના મૂળભૂત અધિકારોને અસર કરે છે. સુપ્રીમ કોર્ટમાં એક અરજદારે અપીલ કરી હતી જેમાં તેણે દાવો કર્યો હતો કે મેં ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં અલાહાબાદ હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી, જેની હજુ સુધી યોગ્ય સુનાવણી કર્યા વગર વારંવાર પાછળ ઠેલવવામાં આવી રહી છે. મારી આઝાદી અને સન્માન દાવ પર લાગેલુ છે. આ મામલે હવે 11 નવેમ્બરના રોજ હાઇકોર્ટમાં સુનાવણી થવાની છે.
અરજદારની દલીલ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતાં હાઈકોર્ટના જજને કહ્યું હતું કે તેઓ 11 તારીખે જ મામલાનો નિકાલ કરે, અન્ય કારણોસર બે સપ્તાહમાં નિકાલ કરવા આદેશ આપ્યો છે. અમે સંબંધિત કોર્ટ અથવા ન્યાયાધીશને વિનંતી કરીએ છીએ કે જેમની સમક્ષ આ મામલો મૂકવામાં આવ્યો છે, તેઓ ઝડપથી આ મામલા પર સુનાવણી કરે અને કોઈ પણ સંજોગોમાં, 11 નવેમ્બર, 2024 થી બે અઠવાડિયાના સમયગાળામાં મામલોનો ઉેકલ લાવે.