POSHINA

પોશીના સરકારી અનાજની દુકાનના ગોડાઉન પાસે સર્જાયો અકસ્માત બકરાની સાથે જીભચાલકે મારી ટક્કર

પોશીના સરકારી અનાજની દુકાનના ગોડાઉન પાસે સર્જાયો અકસ્માત બકરાની સાથે જીભચાલકે મારી ટક્કર…

આજ રોજ તા.૧૫/૦૬/૨૦૨૩ ના રોજ અમારા કુટુંબી ચંદુભાઇ ધુળાભાઇ ગમાર નાઓના દિકરા મુકેશભાઇનો લગ્ન પ્રસંગ હોઇ અને ચંન્દ્રાણા થી દાંતા તાલુકાના ટીંબા ગામે જાન જતી હોઇ આ જાનમાં અમારા ગામ તથા કુટુંબના આશરે સો થી દોઢસો માણસો સવારમાં અલગ અલગ જીપોમાં બેસી ટીંબા ગામે જાનમાં ગયેલ હતા અને વરને પરણાવી સાંજના જાનમાંથી જીપોમાં બેસી હડાદ થી પોશીના આવતાં રોડ ઉપર પરત ચંન્દ્રાણા ગામે આવતાં હતા તે વખતે હું જે જીપમાં બેઠેલ હતો તે જીપગાડીમાં અમારા ગામના તથા કુટુંબના નરેશભાઇ ગલજીભાઇ ગમાર, મશરુભાઇ ફાંગણાભાઇ ગમાર, રમેશભાઇ કેશાભાઇ ગમાર, થાવરાભાઇ ધુળાભાઇ ગમાર, નાણાંભાઇ પરથાભાઇ ગમાર, સુમાબેન નરેશભાઇ ગમાર, આશાબેન ગણેશભાઇ ગમાર, રાણાભાઇ લાધાભાઇ ગમાર, સુમીબેન મહેન્દ્રભાઇ ગમાર, અરવિંદભાઇ દિનેશભાઇ ગમાર, વિક્રમભાઇ રમેશભાઇ ગમાર, મહેશભાઇ કાળુભાઇ ગમાર, બિજલબેન કાળુભાઇ ગમાર, જશોદાબેન કાળુભાઇ ગમાર, ઉજળીબેન કાળુભાઇ ગમાર, મુકેશભાઇ વેલાભાઇ ગમાર, દિલીપભાઇ ભીમાભાઇ ગમાર, અરવિંદભાઇ લુમ્બાભાઇ ગમાર, નાનુભાઇ કેહરાભાઇ ગમાર તથા બીજા માણસો બેસી આવતા હતા તે વખતે સાંજના આશરે સાડા છએક વાગ્યાના સુમારે દંત્રાલ ગામે કાળીદેવી ફળા સીમમાં સરકારી અનાજના ગોડાઉન નજીક આવતાં અમારી જીપગાડીની આગળ એક બકરૂ દોડીને આવી જતાં જીપના ડ્રાઇવરે બ્રેક મારી બકરૂ બચાવવા જતાં બકરૂ જીપ સાથે અથડાયેલ અને જીપની ટકકર વાગવાથી રોડ ઉપર પડી મરણ ગયેલ છે અને આ જીપના ડ્રાઇવરે જીપગાડી આગળ બકરૂ આવી જવાથી જીપના સ્ટ્રેરીંગનો કાબુ ગુમાવી દેતાં જીપ રોડની ડાબી બાજુ ખાડામાં પલટી ખાઇ જવાથી જીપગાડીમાં બેઠેલ માણસોને શરીરે ઇજાઓ થયેલ હોઇ અને આજુબાજુથી માણસો દોડી આવેલ તથા અમારી સાથેના જાનમાં આવેલ માણસો પણ ત્યાં આવી જતાં જીપની અંદરથી ઇજા થયેલ માણસોને બહાર કાઢી ખાનગી વાહનોમાં તથા ૧૦૮ એમ્બુલન્સ આવી જતાં તેમાં બેસાડી પોશીના સરકારી દવાખાનામાં સારવાર સારૂ મોકલેલ અને તે વખતે એકસીડન્ટ વાળી જગ્યાએ હું તથા અમારા ગામના સરપંચ જયંતિભાઇ નોપાભાઇ ગમાર હાજર હતા તે વખતે મેં જયંતિભાઇને આ જીપગાડીનો નંબર મને લખી આપતાં જે જીપગાડીનો નંબર GJ-08-BH 3830 નો છે અને આ જીપગાડીના ડ્રાઇવરનું નામઠામ હું જાણતો નથી અને હું પણ પોશીના સરકારી દવાખાનામાં આવેલ અને જોયેલ તો અમારા ગામના નરેશભાઇ ગલજીભાઇ ગમાર, મશરુભાઇ ફાંગણાભાઇ ગમાર, રમેશભાઇ કેશાભાઇ ગમાર, આશાબેન ગણેશભાઇ ગમાર, રાણાભાઇ લાધાભાઇ ગમાર, વિક્રમભાઇ રમેશભાઇ ગમાર, મહેશભાઇ કાળુભાઇ ગમાર, ઉજળીબેન કાળુભાઇ ગમાર નાઓને એકસીડન્ટમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થયેલ હોઇ તેમજ થાવરાભાઇ ધુળાભાઇ ગમાર, નાણાંભાઇ પરથાભાઇ ગમાર, સુમાબેન નરેશભાઇ ગમાર નાઓને પગના ભાગે ફેકચર જેવી ગંભીર ઇજાઓ થયેલ તેમજ સુમીબેન મહેન્દ્રભાઇ ગમાર, જશોદાબેન કાળુભાઇ ગમાર નાઓને પાંસળીઓ તથા પેટના ભાગે ઇજાઓ થયેલ હોઇ તથા અરવિંદભાઇ દિનેશભાઇ ગમાર, બિજલબેન કાળુભાઇ ગમાર, મુકેશભાઇ વેલાભાઇ ગમાર, દિલીપભાઇ ભીમાભાઇ ગમાર, અરવિંદભાઇ લુમ્બાભાઇ ગમાર, નાનુભાઇ કેહરાભાઇ ગમાર નાઓને પણ એકસીડન્ટમાં ઓછી વત્તી ગંભીર ઇજાઓ થયેલ હોઇ વધુ સારવાર સારૂ ખેડબ્રહ્મા સિવિલ હોસ્પીટલ તથા હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં સારવાર સારૂ રીફર કરેલ છે. જેથી કમાન્ડર જીપગાડી નંબર GJ-08-BH 3830 ના ચાલક ડ્રાઇવરે પોતાના કબ્જાની જીપગાડી પુરઝડપે, બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી લાવતા જીપગાડીની આગળ બકરૂ આવી જતાં બકરાને ટકકર મારી મોત નિપજાવી જીપગાડી રોડની સાઇડમાં ખાડામાં પલટી ખવડાવી જીપગાડીની અંદર બેઠેલ માણસોને શરીરે માથાના ભાગે, હાથે-પગે ફેકચર જેવી ગંભીર ઇજાઓ પહોંચાડી જીપગાડી મુકી નાસી ગયેલ હોઇ ગયેલ હોઇ જેથી આ કમાન્ડર જીપગાડી નંબર GJ-08-BH 3830 ના ચાલક વિરૂધ્ધ કાયદેસર તપાસ થવા મારી ફરીયાદ છે મારા સાહેદ મારી ફરીયાદમાં જણાવેલ માણસો તથા તપાસમાં મળી આવે તે વિગેરે છે.

અહેવાલ કિરણ ડાભી.. પોશીના

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!