POSHINASABARKANTHA

પોશીના, ચંદ્રણા અને કંથારિયા ફળોના ૪૦ ભૂલકાંઓનું નામાંકન કરાવતા ઉપ સચિવ શ્રી દીપ પટેલ*

*પોશીના, ચંદ્રણા અને કંથારિયા ફળોના ૪૦ ભૂલકાંઓનું નામાંકન કરાવતા ઉપ સચિવ શ્રી દીપ પટેલ*

***********

*શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખોલવાની અમૂલ્ય ચાવી છે*

*માહિતી અને પ્રસારણ ઉપ સચિવ શ્રી દીપ પટેલ*_

**********

 

સમગ્ર રાજ્યમાં આજથી આરંભ થયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ પોશીના તાલુકાના આદિજાતિ ગામની પોશીના, ચંદ્રણા અને કંથારિયા ફળોની પ્રાથમિક શાળામાં માહિતી અને પ્રસારણ વિભાગના ઉપ સચિવ શ્રી દીપ પટેલે ૪૦ બાળકોનું નામાંકન કરાવ્યું હતું.

 

પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન કરતા ઉપ સચિવ શ્રી દીપ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્ય ના દ્વાર ખોલવાની અમૂલ્ય ચાવી છે જેના થકી આકાશમાં ઊંચી ઉડાન પણ ભરી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં બે દાયકા પહેલાં દીકરીઓમાં શિક્ષણ પ્રમાણ ઘણું ઓછું હતું પરંતુ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી કન્યા કેળવણી નો પ્રારંભ કર્યો જેને પરિણામે આજે સો ટકા દીકરીઓ શાળાએ જતી થઈ છે. આ સાથે દીકરીઓ અધવચ્ચે અભ્યાસ ન છોડી દે તે માટે અલગ શૌચલાયની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે,

તેમણે શિક્ષણની ગુણવત્તા પર ભાર આપતા જણાવ્યું હતુ કે આજે ઉત્તમ મેરીટ ધરાવતા ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી ના શિક્ષકોની ભરતી કરવામાં આવી છે, બાળકો દુનિયા સાથે કદમ મિલાવી શકે તે માટે જ્ઞાનસેતુ અંતર્ગત ડિજિટલ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સ્માર્ટ સ્કૂલ, કમ્પ્યુટર લેબ, એકમ કસોટી, સ્કૂલ ઓફ એક્સલન્સ જેવા નવા આયામો ઉમેરવામાં આવ્યા છે.

શાળા પ્રવેશોત્સવ માં ઉપસ્થિત ઉપ સચિવ શ્રી દીપ પટેલના ધર્મ પત્ની અને સરકારના સામાન્ય વહીવટ વિભાગ એસ. ઓ શ્રીમતી સમીક્ષા પટેલે બાળકોને આશીર્વચન પાઠવતા કહ્યું હતું કે, આજની દીકરી આવતીકાલની આકાશમાં ઉડાન ભરનારી કલ્પના ચાવલા પણ બની શકે છે જો દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધારે હશે તો દેશ અને દુનિયામાં નામ રોશન કરી બતાવશે.

શાળા પ્રવેશોત્સવ માં બાળકોએ સ્વચ્છતા અને પર્યાવરણ વિષય પર વક્તવ્ય રજૂ કર્યું હતુ.

આ સાથે બાલ વાટિકા અને આંગણવાડીના ૬૧ બાળકોનો પ્રવેશ કરવામાં આવ્યો હતો

ઉપસચિવ શ્રી દીપ પટેલે શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક કરીને શિક્ષણના આ મહાયજ્ઞમાં જોડાવાની અપીલ કરી હતી. આ પ્રસંગે પ્રતિભાશાળી બાળકોને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

 

શાળા પ્રવેશોત્સવ માં માહિતી અધિકારી શ્રી હરીશ પરમાર, સી.આર.સી દરજીભાઈ, એચ. ટાટ આચાર્ય શ્રી જીજ્ઞેશભાઈ પટેલ સહિત શાળાના શિક્ષક ગણ, આંગણવાડી કાર્યકર અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

**********

 

આ શાળા પ્રવેશોત્સવમાં ઉપ સચિવ શ્રી દીપ પટેલ અને તેમના પત્ની શ્રીમતી સમીક્ષા પટેલે નવો ચીલો ચાતર્યો: શાળાના બાળકોના હસ્તે વૃક્ષારોપણ કરી બાળકને જ તેના ઉછેરની જવાબદારી સોંપી જેથી બાળક બાળપણમાં જ અક્ષર જ્ઞાનની સાથે પ્રકૃતિનું શિક્ષણ પણ મેળવી શકે.

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!