POSHINASABARKANTHA

વહીવટી તંત્ર અને પ્રજા વચ્ચે સેતુરૂપ માધ્યમ બનતો “તાલુકા સ્વાગત કાર્યક્ર્મ “

વહીવટી તંત્ર અને પ્રજા વચ્ચે સેતુરૂપ માધ્યમ બનતો “તાલુકા સ્વાગત કાર્યક્ર્મ ”

 

“મારી સમસ્યાનું સુખદ નિરાકરણ આપવા બદલ રાજ્ય સરકાર અને વહીવટી તંત્રનો ખુબ આભાર”*

– અરજદાર વિરમાભાઇ પરમાર

 

 

સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તાર પોશીના તાલુકામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ થકી પોતાની સમસ્યા ઘર આંગણે સરળતાથી અંત આવતા દેડકા ગામના વિરમાભાઇ પરમારે વહિવટી તંત્ર અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો.

 

લોકશાહી શાસન પ્રણાલી માં પ્રજા સાથે સંવાદ જળવાઈ રહે તે મહત્વનું છે. લોકો સાથે સંવાદ સ્થાપિત કરવા માટે વહીવટી તંત્ર અને પ્રજા વચ્ચે એક સેતુરૂપ માધ્યમ બનેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઘર આંગણે જ સમસ્યાનું સુખદ નિરાકરણ મેળવવા બદલ પોશીના તાલુકાના દેડકા ગામના વિરમાભાઇ પરમાર જણાવ્યું હતું કે, તેઓ પાસે એન.એફ.એસ.એ કાર્ડ ન હતું. જેના કારણે તેમને સરકાર દ્રારા આપવામાં આવતી અન્ન પુરવઠો મળતો ન હતો. તેથી માં અન્નપૂર્ણા લાભાર્થી તરીકે સમાવેશ કરવા બાબત અરજી કરી હતી. આ અંગે યોગ્ય કાર્યવાહી ન થતાં તેમણે તાલુકા સ્વાગત કાર્યક્રમ માં અરજી કરી હતી. આજે સ્વાગત કાર્યક્રમમાં ઘર આંગણે જ સરળતાથી મારા પ્રશ્નનું નિરાકરણ થયું છે. મા અન્નપૂર્ણા માં કાર્ડ આપવા માટે હુકમ ફરમાવવા બદલ રાજ્ય સરકાર અને વહીવટી તંત્રનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!