SAGBARA

ICDS સાગબારા દ્વારા પાનખલા સરકારી કોલેજ ખાતે નારી સંમેલનનું આયોજન કરાયું

મહિલા અને બાળ યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન દક્ષાબેન વસાવાના અધ્યક્ષતામાં સંમેલન કાર્યક્રમ યોજાયો

ICDS સાગબારા દ્વારા પાનખલા સરકારી કોલેજ ખાતે નારી સંમેલનનું આયોજન કરાયું,

વાત્સલ્ય સમાચાર

જેસીગ વસાવા : સાગાબારા

 

મહિલા અને બાળ યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન દક્ષાબેન વસાવાના અધ્યક્ષતામાં સંમેલન કાર્યક્રમ યોજાયો

 

ઉપસ્થિત મહાનુભાવોએ મહિલા સશક્તિકરણ, શિક્ષણ, આરોગ્ય, સાયબર ક્રાઇમ, 181 હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર તથા કાયદાકીય સુરક્ષા અંગેની માહિતી આપી,

ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર નર્મદાના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગર દ્વારા મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ તેમજ મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપી શકાય તે હેતુસર ICDS સાગબારા દ્વારા નારી સંમેલનનું આયોજન પાનખલા સરકારી કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું.

 

મહિલા અને બાળ યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન દક્ષાબેન વસાવા અધ્યક્ષતામા અને તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં સંમેલન કાર્યક્ર્મ યોજાયો હતો. આ સંમેલનમાં આરોગ્ય વિભાગમાંથી મેડિકલ ઓફિસર, મહિલા અને બાળ વિભાગ કાઉન્સિલર ગંગાબેન વસાવા, નારી અદાલત વિભાગમાંથી ભાવિનીબેન વસાવા, નારી શક્તિ એવોર્ડ ૨૦૨૨ થી સન્માનિત ઉષાબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

 

CDPO વિનીતાબેન વળવી દ્વારા ઉદબોધન આપી કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત પદાધિકારી, અધિકારી તથા મહાનુભાવો દ્વારા મહિલા સશક્તિકરણ, શિક્ષણ, આરોગ્ય, સાયબર ક્રાઇમ, 181 હેલ્પલાઇન, સખીવન સ્ટોપ સેન્ટર તથા કાયદાકીય સુરક્ષા અંગે માહિતી આપવામાં આવી હતી. તદ્દ-ઉપરાંત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આંગણવાડીના કાર્યકર તથા તેડાગર બહેનોને પ્રમાણપત્ર અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં આંગણવાડી કેન્દ્રનાં ભૂલકાઓ દ્વારા કૃતિ રજૂ કરવામાં આવી તે બદલ તેઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા

હતાં.

Back to top button
error: Content is protected !!