GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:અમદાવાદ અને ગોંડલના મામદેવના ભૂવાઓ વચ્ચેના વિખવાદમાં વાંકાનેરના ઘીયાવડ આવી પુજારી અને સેવકોને બેફામ માર માર્યો

WANKANER:અમદાવાદ અને ગોંડલના મામદેવના ભૂવાઓ વચ્ચેના વિખવાદમાં વાંકાનેરના ઘીયાવડ આવી પુજારી અને સેવકોને બેફામ માર માર્યો

 

 

વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામના ફુલેશ્વર મહાદેવ મંદિરના પૂજારી ફરિયાદી યશગીરી ભરતગીરી ગોસ્વામી ઉવ.૨૮ રહે.ગામ ધીયાવડ તા. વાંકાનેરવાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી તરીકે અમદાવાદ નિકોલ મામા સરકારના ભુવા બલભદ્રસીંહ ઉર્ફે હકુભાઈ પરમાર, ધવલ દીપક નિમાવત ગામ. ધોરાજી જી.રાજકોટ ગ્રામ્ય તથા અજાણ્યા એક ઇસના એમ ત્રણ આરોપીઓ સામે માર મારવાની ફરિયાદ નોંધાવી છે.

 

જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર અમદાવાદના નિકોલ મામા સરકારના ભુવા આરોપી બલભદ્રસિંહ ઉર્ફે હકુભા પરમાર અને ગોંડલના કમઢીયા મામા સરકારના ભુવા ધવલ પટેલ એમ બંને મામદેવના ભુવા વચ્ચે કોઈ આંતરીક માથાકુટ ચાલતી હોય જે વિખવાદમાં ફરિયાદી યશગીરી ગોસ્વામીએ ગોંડલના ભુવા ધવલ પટેલને સપોર્ટ કરતા ગઈ તા.૦૧/૧૨ ના રોજ વહેલી સવારના ૫ વાગ્યાના અરસામાં આ કામના આરોપીઓ અર્ટીકા કારના નંબર જીજે-૦૧-ડબલ્યુઇ-૩૧૧૧ માં આવી આરોપી બલભદ્રસિંહ ઉર્ફે હકુભાએ લોખંડના પાઇપ વતી યશગીરીને ડાબા હાથે તથા જમણા પગે માર મારી ફેક્ચર જેવી ઇજા તથા માથામાં ઈજા કરી હતી. જ્યારે આરોપી ધવલ નિમાવતે લાકડાના ધોકા વતી સાહેદ આકાશ સતીષચંદ્ર ઓઝાને મારમારી માથામાં ઇજા તથા બં બન્ને પગે મુંઢ ઇજાઓ તથા અજાણ્યા આરોપીએ લાકડાના ધોકા વતી સાહેદ નવઘણ ભલુભાઈ વીકાણીને ડાબા પગે તથા જમણા હાથે માર મારી મુઢ ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપરથી આર્ટિગા કાર લઈને નાસી ગયા હતા. હાલ વાંકાનેર તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!