GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

લાલપુર તાલુકામાં સેવા સેતુ સહિતના કાર્યક્રમો યોજાયા

 

*લાલપુર તાલુકાના પીપરટોડા ગામે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો યોજાયા*

*જામનગર તા.18 સપ્ટેમ્બર,* સમગ્ર જામનગર જિલ્લામાં અત્યારે નાગરિકો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત લાલપુર તાલુકાના પીપરટોડા ગામે સેવા સેતુ, એક પેડ માં કે નામ અને સ્વચ્છતા હી સેવા અભિયાન- આમ ત્રિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે પીપરટોડા તાલુકા શાળાના બાળકોએ સ્વચ્છતા જાગૃતિ રેલી કાઢી હતી.

તેમજ સ્થળ પર જ અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. હાજર મહાનુભાવો દ્વારા પીપરટોડા તાલુકા શાળાના પરિસરમાં એક પેડ માં કે નામ અન્વયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે હાજર સર્વેને વૃક્ષના રોપ આપવામાં આવ્યા હતા અને સૌ કોઈએ સ્વછતા જાગૃતિની પ્રતિજ્ઞા લીધી હતી.

ઉકત કાર્યક્રમોમાં લાલપુર પ્રાંત અધિકારી શ્રી અસવાર, લાલપુર તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, લોક આગેવાનશ્રીઓ અને આજુબાજુના ગામમાંથી બહોળી સંખ્યામાં અરજદારો હાજર રહ્યા હતા. તેમ પ્રાંત અધિકારીશ્રી, લાલપુર દ્વારા જણાવાયું હોવાનું જામનગર જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ જલકૃતિ મહેતા ના ઇ.ચા.ના.મા.નિ. સોનલબેન જોશીપુરાના માર્ગદર્શન હેઠળના અહેવાલમાં જણાવાયુ છે સેવા સેતુ કાર્યક્રમો જિલ્લાભરમાં યોજાય છે ત્યારે જુદા જુદા  અહેવાલો સાથે તસવીરો માટે અમીત ચંદ્રાવડીયા અને ગજેન્દ્રસિંહજી જાડેજા પણ તત્પર હોવાનું જાણવા મળ્યુ છે

*000000*

bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU)

gov.accre.Journalist

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!