*સ્વ. અજીતભાઈ મારફતિયાના સ્મર્ણાર્થે યોજાયેલ રકતદાન કેમ્પમાં ૯૦ બોટલ રકતદાન થયુ.*
*સિધ્ધપુરના રકતદાતાઓએ રકતદાન કરીને આપી શ્રધ્ધાંજલી.*
સિધ્ધપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ. અજીતભાઈ મારફતિયાના સ્મર્ણાર્થે બિંદુ સરોવર રોડ મજૂર મહાજન ચૉક ખાતે સિધ્ધપુર જનરલ હોસ્પિટલ બ્લ્ડ બેન્ક, એસકે બ્લડ બેન્ક પાટણ અને ધારપુર મેડીકલ હોસ્પિટલ બ્લડ બેન્કના સહયોગથી યોજાયેલ રકતદાન કેમ્પમાં આશરે ૯૦ યુનિટ જેટલું રકતદાન થયુ. સિધ્ધપુરની રકતદાન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ સંસ્થાઓ અને સામાજિક કાર્યકરો સહીત મોટી સંખ્યામાં રકતદાતાઓએ ઉપસ્થિત રહીને સિધ્ધપુર નગર માટે ૪૫ વર્ષ જાહેર સેવક તરીકે પોતાનું યોગદાન આપનારા સ્વ. અજીતભાઈ મારફતિયાને રકતદાનના ઉમદા સેવા કાર્ય થકી સ્મરણાંજલી આપી. રકતદાન એ મહાદાન છે અને આ ૯૦ બોટલો ઘણા જરૂરીયાત મંદ દર્દીઓની જીંદગી બચાવવામાં ઉપયોગી થશે જે શ્રેષ્ઠ શ્રધ્ધાંજલી છે.
આ પ્રસંગે મારફતિયા બ્રધર્સ અને પરીવાર દ્વારા તમામ રકતદાતાઓને યાદગાર ભેટ રૂપે ચાંદીનો વિશેષ સિક્કો અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યુ.
વિજયભાઈ મારફતિયા, મ્યુ. સદસ્ય અંકુરભાઈ મારફતિયા, મિહીરભાઈ મારફતિયા, ડૉ. હર્ષ મારફતિયા તથા પરીવારજનોએ ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં રકતદાન કરનારા રકતદાતાઓ અને બ્લડ બેન્કો સહીત સહયોગ આપનાર તમામનો આભાર વ્યકત કર્યો.
*વાત્સલ્યમ સમાચાર*
*બળવંત રાણા, સિદ્ધપુર*