THARADVAV-THARAD

ખાનપુરમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો,

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

ખાનપુર ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીથરાદ તાલુકાના આયોજન હેઠળ ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ભવિષ્ય નિર્માણ કરવાનો હતો.

 

કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો, યુવાનો તથા ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વૃક્ષારોપણ કર્યું હતું. “વૃક્ષારોપણ એ જ જીવનારોપણ”ના સંદેશ સાથે ઉપસ્થિત લોકોએ વધુમાં વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

 

આ પ્રસંગે ખાનપુર ગામના એડવોકેટ જયંતીભાઈ હડિયલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વૃક્ષોનું મહત્વ જણાવ્યું હતું કે પર્યાવરણનું સંતુલન જાળવવા અને આવનારી પેઢીને સ્વચ્છ તથા હરિયાળું વાતાવરણ આપવા માટે વૃક્ષારોપણ અત્યંત જરૂરી છે.

 

કાર્યક્રમ દરમિયાન “એક પેડ – એક જીવન, એક પ્રયત્ન – એક ઉજ્જવળ ભવિષ્ય”ના સૂત્ર સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!