THARADVAV-THARAD

વાવ-થરાદ જિલ્લા ભાજપ ની પ્રથમ કારોબારીમાં યુવા અગ્રણી લોકપ્રિય મિહિરભાઈ ત્રિવેદીની નિમણૂક

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

 

આજરોજ ભારતીય જનતા પાર્ટી વાવ-થરાદ જિલ્લાની પ્રથમ કારોબારીની રચના કરવામાં આવી હતી. જેમાં થરાદ શહેર ભાજપના યુવા નેતા અને બ્રહ્મ સમાજના અગ્રણી *શ્રી મિહિરભાઈ જગદીશભાઈ ત્રિવેદી*ની જિલ્લા કારોબારી સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવતા શહેરભરમાં હર્ષની લાગણી ફેલાઈ છે.શ્રી મિહિરભાઈ ત્રિવેદીએ અગાઉ વિધાનસભા, લોકસભા તથા નગરપાલિકાની ચૂંટણીઓમાં સંગઠનનું ખૂબ જ મજબૂત કરવા અને સરાહનીય કામ કરેલ છે. સંગઠનનો બહોળો અનુભવ ધરાવતા મિહિરભાઈ સરળ સ્વભાવના અને સૌને સાથે લઈને ચાલનારા યુવાનેતા તરીકે જાણીતા છે. બ્રહ્મ સમાજમાં તેઓ એક લોકપ્રિય યુવા ચહેરો છે. અને શહેરના દરેક સમાજ સાથે ખૂબ જ સારા સંબંધો છે. મિહિરભાઈના દાદાશ્રી *સ્વ. શ્રી તુલજાશંકરભાઈ ત્રિવેદી પોતાના સમયના ખૂબ મોટા આગેવાન હતા. તેઓ દોલતપુરા-બુઢનપુર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે લાંબા સમય સુધી સેવા આપી ચૂક્યા છે અને પ્રજાકીય પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા તત્પર રહેતા. આજે પણ થરાદ વાવ દિયોદરના લોકો એમને કરેલા કામો યાદ કરે છે. દાદાશ્રીના સેવા અને સંસ્કારના ગુણો મિહિરભાઈને વારસામાં મળ્યા છે.મૂળ ચુડમેર ગામના વતની મિહિરભાઈ ત્રિવેદી થરાદ શહેર તથા તાલુકાની અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. *B.Sc., LL.B., M.L.T., Advocate ની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા મિહિરભાઈનો વ્યવસાયિક અનુભવ પણ પક્ષના સંગઠનને મજબૂત બનાવવામાં ઉપયોગી થશે. તેમના પરિવારના થરાદ શહેરમાં વ્યાપક જનસંપર્ક અને ઉચ્ચ સંબંધો અને સેવાભાવી હોવાથી ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ ફાયદો થશે.શ્રી મિહિરભાઈ ત્રિવેદીની નિમણૂક થતા જ સોશિયલ મીડિયા પર તેમના સમર્થકો, શુભેચ્છકો અને કાર્યકરોમાં આનંદ છવાયો હતો ઠેર ઠેરથી શુભેચ્છા અને અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.નવનિયુક્ત કારોબારી સભ્ય મિહિરભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “પક્ષે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેને હું પૂર્ણ નિષ્ઠાથી નિભાવીશ. સંગઠનને બૂથ લેવલ સુધી હજી વધુ મજબૂત બનાવવા અને છેવાડાના માનવી સુધી કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ રહીશ.” મિહિરભાઈ ત્રિવેદીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ

Back to top button
error: Content is protected !!