
તા.૧૯.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:ગરબાડા તાલુકાના વજેલાવ પીએચસી ના માતવા ગામ ખાતે મોબાઇલ ટીબી એક્સ-રે વાન દ્વારા 125 દર્દીઓની તપાસ
100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન ગરબાડા તાલુકાના વજેલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના માતવા ગામ ખાતે 100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ આરોગ્ય કેમ્પ દરમિયાન મોબાઇલ ટીબી એક્સ-રે વાનની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં કુલ 125 શંકાસ્પદ દર્દીઓના ટીબી એક્સ-રે ટેસ્ટ કરવામાં આવ્યા. ઉપરાંત દર્દીઓ માટે વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસ જેવી વિવિધ આરોગ્ય તપાસણીઓ પણ હાથ ધરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીના



