થરાદ એપીએમસી હોલ ખાતે વાવ-થરાદ ભાજપની સંગઠન બેઠક યોજાઈ

થરાદ એપીએમસી હોલ ખાતે આજે વાવ-થરાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની મહત્વપૂર્ણ સંગઠન બેઠક જિલ્લા ભાજપ *પ્રમુખ ડો. નરેશભાઈ ઠાકોરના* અધ્યક્ષસ્થાને ભવ્ય રીતે યોજાઈ હતી. બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, સરકારની લોકકલ્યાણકારી યોજનાઓને ઘેરઘેર પહોંચાડવા તથા આગામી કાર્યક્રમોની વિસ્તૃત સમીક્ષા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ગુજરાત* સરકારના *મંત્રી શ્રી સ્વરુપજી ઠાકોર*, પૂર્વ સાંસદ *શ્રી પરબતભાઈ પટેલ,* દિયોદરના ધારાસભ્ય *શ્રી કેશાજી ચૌહાણ,* વાવ-થરાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી *રત્નીબેન પરમાર,* જિલ્લા મહામંત્રી ,ડો. કરસનભાઈ પટેલ, સહિત જિલ્લાના સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા વર્ષોમાં દેશ અને ગુજરાતમાં વિકાસની નવી દિશા આપી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ગરીબ કલ્યાણ, ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને વંચિત વર્ગોના સર્વાંગી વિકાસ માટે અનેક ઐતિહાસિક યોજનાઓ અમલમાં મુકાઈ છે. આ વિકાસયાત્રાને વધુ ગતિ આપવા માટે સંગઠનના દરેક કાર્યકર સુધી જવાબદારી પહોંચે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
જિલ્લા ભાજપ પ્રમુખ ડો. નરેશભાઈ ઠાકોરએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે સંગઠનની સાચી તાકાત કાર્યકરો છે. સરકારના વિકાસકાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ અને પ્રજાહિતના નિર્ણયો સામાન્ય નાગરિક સુધી અસરકારક રીતે પહોંચાડવા દરેક કાર્યકરે લોકો વચ્ચે સતત સંપર્ક જાળવી રાખવો જોઈએ. તેમણે આગામી કાર્યક્રમો, જનસંપર્ક અભિયાન અને સંગઠનને વધુ સક્રિય બનાવવા માટે નવીન આયોજનની પણ વિસ્તૃત માહિતી આપી.
બેઠકમાં સંગઠનના વિવિધ કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ દરેક હોદ્દેદારને પોતાના વિસ્તારના કાર્યને વધુ અસરકારક રીતે આગળ વધારવા સૂચનો આપવામાં આવ્યા હતા. કાર્યકરોમાં નવા ઉત્સાહ અને ઊર્જાનો સંચાર થાય તેવા માર્ગદર્શન સાથે બેઠક સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.
—





