JETPURRAJKOTUncategorized

Rajkot: ઇ-ગુજકોપની મદદથી ૫૯ મોબાઇલ ફોન તથા મોટરસાયકલ મળી કુલ કિ.રૂ. ૪,૮૦,૦૦૦નો મુદ્દામાલ પકડતી થોરાળા પોલીસ સ્ટેશનની ટીમ

તા.૧૨/૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશ્નરશ્રી વિધી ચૌધરી, ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશ્નરશ્રી પુજા યાદવ (ઝોન-૧) તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી બી. વી. જાધવ (પુર્વ વિભાગ)ની સુચનાથી થોરાળા પોલીસ સ્ટેશનની ટીમે ઇ-ગુજકોપની મદદથી રાજકોટ શહેર તથા આજુબાજુના વિસ્તારમા આવેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રાત્રીના સમયે પરપ્રાંતીય મજુરોના મોબાઇલની ચીલઝડપ કરી ભાગી જતા આરોપીઓને કુલ ૫૯ મોબાઇલ ફોન તથા મોટરસાયકલ મળી કુલ કિ.રૂ. ૪,૮૦,૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

થોરાળા પોલીસ સ્ટેશન ખાતે શ્રી હરી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ચીલઝડપનો બનાવ બનતાં પોલીસ ઇન્સપેક્ટરશ્રી બી. એમ. ઝણકાટના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.શ્રી એચ.ટી.જીંજાળા સહિતના સ્ટાફે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલઝડપનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરવા, ટેકનીકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ઇ-ગુજકોપ અને પોકેટકોપ મોબાઇલની મદદથી વણશોધાયેલ ચોરી તથા ચીલઝડપના ગુન્હાના આરોપીઓને શોધવા શંકાસ્પદ ઇસમોને ચેક કરવા પેટ્રોલીંગ આદર્યું હતું.

આ દરમિયાન પો.હેડ.કોન્સ.શ્રી જયદિપસિંહ જાડેજા, સંજયભાઇ હેરમા તથા પો.કોન્સ.શ્રી રાકેશભાઇ પ્રભાતભાઇ બાલાસરા મળેલી બાતમીના આધારે શકમંદ ઇસમો શાહનવાજ ઉર્ફે નવાજ વરીયા (ઉ.વ. ૧૯) અને અમન ઉર્ફે બાટલી જાવીદભાઇ ઓસમાણભાઇ કૈયડા (ઉ.વ. ૨૦)ને ચેક કરતા પાંચ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. બન્ને ઇસમોને મોબાઇલ બાબતે વધુ પુછપરછ કરતા બન્ને ઇસમોએ ચોરી કબુલી લીધી હતી.

આથી, પોલીસ ટીમે બન્ને ઇસમો પાસેથી અલગ-અલગ કંપનીના પ૩ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કબ્જે કર્યા હતા. આ રીતે મોબાઈલ અને બાઈક સહીત કુલ રૂ. ૪,૮૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરીમાં શ્રી ભરતભાઇ ડાભી, શ્રી કીશોરભાઇ પરમાર, શ્રી હસમુખભાઇ નિનામા, શ્રી દિવ્યરાજસિંહ જાડેજા, શ્રી હરપાલસિંહ વાઘેલા, એચ.જી. શ્રી યોગેશભાઇ વાઘેલા, શ્રી અક્ષીતભાઇ વ્યાસ, શ્રી અજીતભાઇ ચૌહાણ તથા TW શ્રી રાહુલભાઇ સીતાપરા વગેરે જોડાયેલા હતા, તેમ પોલીસ ઇન્સ્પેકટરશ્રી બી.એમ.ઝણકાટની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!