MAHISAGARSANTRAMPUR

જવાહર નવોદય વિદ્યાલય બાલાસિનોર ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું

રિપોર્ટ…
અમિન કોઠારી = મહીસાગર

જવાહર નવોદય વિદ્યાલય બાલાસિનોર ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ (NEP-2020) ના ૩ (ત્રણ) વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું

 

મહિસાગર જિલ્લાના જવાહર નવોદય વિદ્યાલય બાલાસિનોર ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ (NEP-2020) ના ૩ (ત્રણ) વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ જેમાં પ્રિન્ટ અને ઈલેટ્રોનિક મીડિયાના તમામ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રેસ કોન્ફરન્સમાં જવાહર નવોદય વિદ્યાલય મહીસાગરના પ્રાચાર્ય શ્રી મહેન્દ્ર બડસીવાલ દ્વારા ૨૦૨૦ માં લાગુ કરવામાં આવેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે સંક્ષિપ્ત માં માહિતી આપેલ. બાળકોને ગુણવતા સભર શિક્ષણ મળી રહે તેમજ દેશ અને વિશ્વમાં તેમની કુશળતા થકી પ્રગતિ સાધી શકે તે માટે નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ ઘડવામાં આવેલ છે. પ્રાચાર્યશ્રીના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અતર્ગત ભારતની લગભગ ૧૪૫૦૦ સ્કૂલોને PM SHRI SCHOOL માં સામેલ કરવામાં આવેલ છે. આ સાથે પ્રાચાર્યશ્રી દ્વારા NIPUN BHARAT, વિદ્યા પ્રવેશ, NDEAR, PM e-VIDYA, VIDYANJALI પોર્ટલ, ITEP, NCFFS, NPST, ULLAS વગેરે યોજનાઓ વિશે સંક્ષિપ્ત માં માહિતી પ્રદાન કરવામાં આવેલ. સાથે સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના કારણે શિક્ષણમાં શો ફેરફાર થશે અને તેનો શિક્ષણ જગત પર શું પ્રભાવ થશે વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા.

વધુમાં પ્રાચાર્યશ્રી એ જણાવેલ કે આ શિક્ષા નીતિને યોજનાબંધ અને ચરણબંધ રીતે પુરા દેશમાં લાગુ કરવામાં આવી રહી છે. જેનો ઉદેશ્ય ભારતના યુવાનોનું સમાવેશી તથા સમાન ગુણવત્તાવાળું શિક્ષણ સુનિશ્ચિત કરવાનું છે.

નવી શિક્ષણ નીતિના ૩ વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષમાં વિદ્યાલય સંકુલમાં વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવેલ. પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામ પત્રકારો, વિદ્યાલયના પ્રાચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ તથા વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા આ વૃક્ષારોપણ નો કાર્યક્રમ સમ્પન કરવામાં આવ્યો હતો.

વધુમાં વિદ્યાલયના પ્રાચાર્યશ્રી દ્વારા જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૪ કે જે ૨૦.૦૧.૨૦૨૪ ના રોજ સુનિશ્ચિત કરેલ છે અને આ પરીક્ષા માટે ઓનલાઈન આવેદન કરવાની અંતિમ તારીખ ૧૦.૦૮.૨૦૨૩ છે તેની માહિતી જીલ્લાના હાલ ધોરણ ૫ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટે તમામ પ્રિન્ટ અનેઈલેટ્રોનિક મીડિયાના માધ્યમથી રજૂઆત કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!