BHUJKUTCH

જ્ઞાનશક્તિ રેસીડેન્સી, જ્ઞાનસેતુ ડે સ્કૂલ તથા રક્ષાશક્તિ સ્કૂલો બાબતે પુનઃ વિચારણા કરવા માંગ.

3 – એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

રાજ્ય સંઘ દ્વારા શિક્ષણ સચિવને રજૂઆત કરાઈ

ભુજ કચ્છ :-રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા સેલ્ફ ફાઈનાન્સ ધોરણે ધો.૬ થી ૧૨ ની જ્ઞાનશક્તિ રેસીડેન્સી ૩૦૦ બાળકોની સંખ્યાવાળી ૭૫ સ્કૂલો, જ્ઞાનસેતુ ડે સ્કૂલ ૭૦ બાળકોની સંખ્યાવાળી ૪૦૦ સ્કૂલો (જેમાં તાલુકા/જિલ્લાની ૨૫૦ સ્કૂલો તેમજ મહાનગરપાલિકાની ૧૫૦ સ્કૂલો) અને રક્ષાશક્તિ સ્કૂલો ઉભી કરવાની જાહેરાત કરવામાં આવેલ છે. આ બાબતે

ધો.૫ ના બાળકોની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લઈ ધો.૬માં પ્રવેશ આપવા માટેની જાહેરાત સમાચાર પત્રોમાં આપવામાં આવેલ છે. તા.૨૭ એપ્રિલ ૨૦૨૩ના રોજ તેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પણ યોજાનાર છે.સરકારશ્રીની કોઈપણ બાબત બાળકો, શિક્ષકો અને શિક્ષણના હિતમાં હોય ત્યારે સંગઠનનો કોઈ વિરોધ ન હોય પરંતુ આ બાબતથી ભવિષ્યમાં ધો.૬ થી ૮ ની પ્રાથમિક શાળાઓમાં ઓવર સેટઅપના પ્રશ્નો ઉભા થશે. તેમજ શાળાના પ્રતિભાશાળી બાળકો પ્રવેશ પરીક્ષા આપીને ત્યાં પ્રવેશ મેળવશે એટલે ધીમી ગતિએ શીખનાર કે અમુક બાળકો જ સ્કૂલમાં રહેશે જેથી શાળાનું અપેક્ષિત પરિણામ ન મળે ત્યારે વાલીઓની શાળા પ્રત્યેની માનસિકતા બદલાઈ જાય કે શાળામાં બાળકોને યોગ્ય રીતે શિક્ષણ આપવામાં આવતું નથી તેવા ઘણા ભયસ્થાનો રહેલા છે.વધુમાં શિક્ષણ વિભાગ આયોજિત વિડીયો પ્રસારણ બાદ હાલમાં જ્ઞાનશક્તિ સ્કૂલની પરીક્ષામાં વિદ્યાર્થીઓનું ૧૦૦% રજીસ્ટ્રેશન કરવા માટે રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએથી શિક્ષકો-આચાર્યો ઉપર દબાણ કરવામાં આવે છે. જે બિલકુલ યોગ્ય નથી. આવી બાબતોએ વાલીઓની મંજુરી લેવી જરૂરી છે. જેથી આવું દબાણ શિક્ષકો-આચાર્યો ઉપર ન કરવામાં આવે તો સારૂં. વધુમાં આવી સ્કૂલોનો પ્રાયોગિક ધોરણે સરકારી શાળામાં જ્યાં કોમ્પ્યુટર રૂમો હોય, સ્માર્ટ કલાસ હોય ત્યાં પ્રયોગ કરી શકાય છે અને તેવી શાળાના તાલીમી શિક્ષકોનો આ પ્રોજેક્ટમાં ઉપયોગ થઈ શકે. વળી, આવી સ્કૂલોમાં આવનાર બાળકોને ટ્રાન્સપોર્ટેશન આપવાનું નથી જેથી દૂરના વિદ્યાર્થીઓ આનો લાભ લઈ નહીં શકે. જેથી આવી શાળામાં નજીક નજીકની શાળાઓમાંથી વિદ્યાર્થીઓ જશે એટલે તેવી શાળાઓના મહેકમને સીધી અસર થશે. આવી શાળાઓના પરિણામ કે વર્ગનું મૂલ્યાંકન ગુણોત્સવ સાથે સાંકળવામાં આવેલ છે તે પણ યોગ્ય નથી. જેથી આવી શાળાઓની પરીક્ષાના મૂલ્યાંકનને ગુણોત્સવ સાથે કે ગ્રેડ બાબતે સાંકળવામાં ન આવે. કારણ કે તે પરીક્ષા આપવી કે ન આપવી તે વાલી નક્કી કરતાં હોય છે.ઉપરોક્ત તમામ બાબતોએ ગત ૩૧/૩/૨૦૨૩ના રોજ રૂબરૂ ચર્ચાઓ કરવામાં આવેલ હતી. તેમ છતાં આ અંગે કોઈ સંતોષ જનક કાર્યવાહી કરવામાં આવી નથી. તો જ્ઞાનશક્તિ રેસિડેન્સી, જ્ઞાનસેતુ ડે સ્કૂલ તથા રક્ષાશક્તિ સ્કૂલ ચાલુ કરતાં પહેલાં એની એક વાર પુનઃવિચારણા કરવામાં આવે તેવી માંગ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતિષ પટેલ દ્વારા રાજ્યના શિક્ષણ સચિવ ડૉ.વિનોદ રાવ પાસે કરવામાં આવી છે. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા પણ આ બાબતે વિરોધ વ્યક્ત કરાયો છે અને આવી નીતિની ટીકા કરાઈ છે.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!