VALSADVALSAD CITY / TALUKO

એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ગૃપ દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૪ જૂન

એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ગૃપની કંપની તરફથી મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ માટે વિશિષ્ટ બિઝનેસ તક અને શક્તિ પ્રોજેક્ટ દ્વારા કેવી રીતે એસબીઆઇ લાઇફમાં જોડાઈ આગળ વધી શકાય એના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પ્રોબેશનરી આઈએએસ નિશા ચૌધરીએ હાજર રહી પોતાનું માર્ગદર્શન પ્રદાન કર્યું હતું. જિલ્લા સંગઠનના જિલ્લા પ્રભારી શ્રીમતી જીગીતશાબહેને પણ પોતાની મહિલાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

કાર્યક્રમાં એસબીઆઇ લાઇફના પાંડા સાહેબ દ્વારા મહિલાઓને અનોખા અંદાજમાં માહિતી આપવામાં આવી હતી તદુપરાંત આ કાર્યક્રમમાં એસબીઆઇ લાઇફના ડીઆરએમ વિનય દઢાનીયા દ્વારા તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી. વલસાડ જિલ્લાના એક સફળ મહિલા લાઈફ મિત્ર તરીકે વિભૂતિબેન ટંડેલ દ્વારા તેમના અનુભવોનું ભાથું રજૂ કરવામાં આવ્યું હતું. કોરોના કાળ દરમિયાન વલસાડ શાખાના એસબીઆઇ લાઇફમાં પોતાની આગવી કારકિર્દી શરૂ કરનાર શ્રીમતી ડિમ્પલ ધર્મેશભાઈ પટેલ દ્વારા એક લાઇફ મિત્ર તરીકે શરૂઆત કરી એસબીઆઇ લાઇફના ઉચ્ચ હોદ્દા પર કઈ રીતે પહોંચી શકાય તેની દ્રષ્ટાંત સાથે સમજણ આપવામાં આવી. એસબીઆઇ લાઇફના વલસાડ શાખાના ડિવિઝનલ મેનેજર વિકાસ શર્મા દ્વારા સફળ સંચાલન અને માર્ગદર્શન પ્રદાન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં વધુમાં વધુ બહેનો મોટી સંખ્યામાં જોડાઈ એસબીઆઈ લાઈફ સાથે જોડાય પોતાની કારકિર્દી બનાવે એવી અપીલ એસબીઆઇ લાઇફ મહિલા અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. તેમજ વધુ માહિતી માટે એસબીઆઇ લાઇફની વલસાડ શાખા બીજો માળ, A 21, પ્રમુખ સાનિધ્ય, એ વીંગ એસટી વર્કશોપ પાસે  ધરમપુર રોડ અબ્રામા વલસાડ-396001 નો સંપર્ક કરવા વિનંતી કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!