GUJARATKUTCHMUNDRA

અદાણી જૂથ દ્વારા ‘પ્લેનેટ જોઈએ કે પ્લાસ્ટિક’ થીમ હેઠળ વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી.

જળસંચય, વૃક્ષારોપણ અને ગાય આધારિત ખેતી પૃથ્વીનું જતન કરશે!

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટર  :- રમેશ મહેશ્વરી-મુંદરા કચ્છ.

મુંદરા,તા-27 એપ્રિલ : અદાણી ફાઉન્ડેશનના સહયોગથી અદાણી પેટ્રોકેમ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મુંદ્રા ખાતે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી. આ વર્ષે પ્લેનેટ જોઈએ કે પ્લાસ્ટિક થીમ અંતર્ગત ખેડૂતો સાથે ખાસ પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો સાથે બહોળી સંખ્યામાં ખેડૂત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. પૃથ્વીને સ્વસ્છ, સ્વસ્થ અને સુંદર હરિયાળી બનાવવા લોકભાગીદારીથી કામ કરવા સૌએ સંકલ્પ લીધો હતો.   મુંદ્રા પેટ્રોકેમિકલ્સના સાઇટ હેડ કે.એસ. લક્ષ્મીનારાયણે જીવ સૃષ્ટિની સુરક્ષા માટે પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ અને તેના રિસાયકલ પર ભાર મુકતા જણાવ્યું કે “ પૃથ્વીની તંદુરસ્તી જાળવવી એ આપણા સૌની ફરજ છે અને ખેતીલાયક જમીનને વધુ ફળદ્રુપ બનાવવા આપણે પ્રાકૃતિક ખેતીને વધુને વધુ અપનાવવી જોઈએ“. APSEZ ના પર્યાવરણ વિભાગના વડા ભાગવતસ્વરૂપ શર્માએ પ્લાસ્ટિકનો આહાર લઈ મૃત્યુ પામતા મૂંગા પશુઓની ચિંતા કરતા ગમે ત્યાં પ્લાસ્ટિકનો કચરો ન ફેંકવા લોકોને અપીલ કરી હતી. વળી ધરતીને હરિયાળી બનાવવા વૃક્ષારોપણ માટે સહિયારા પુરુષાર્થ માટે આહ્વાન કર્યુ હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક નિલેષભાઈ પટેલે ગ્લોબલ વોર્મિગ માટે કારણભૂત રસાયણિક ખાતરો અને ઝેરી દવાઓના છંટકાવ અટકાવવા પ્રાકૃતિક ખેતીને અપનાવવા આપીલ કરી હતી. રૂરલ એગ્રો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સોસાયટીના ટ્રસ્ટી રજનીભાઈ પટવાએ ધરતીમાતાની ઉત્તમ સેવા માટે કિસાનોને જમીન, પાણી અને ફળઝાડને યોગ્ય રીતે વાપરવા જણાવ્યું હતું. આ પ્રસંગે ખેડૂતોએ આગવી સૂઝબૂઝથી પૃથ્વીને સુરક્ષિત રાખવા કરેલા પ્રયત્નો અને અનુભવોને શેર કર્યા હતા. જેમાં જળસંચય માટે ચેકડેમ, તળાવો, વોટર હાર્વેસ્ટીંગ માટે અનોખુ કામ કરતા દેવાંધભાઈ ગઢવીએ લોકભાગીદારી અને ઈમાનદારીથી કામ કરી ભાવિ પેઢી માટે સુખાકારીની વધારવાની નેમ વ્યક્ત કરી હતી. વૃક્ષારોપણ તથા વિલુપ્ત થતી ઔષધિય વનસ્પતિનાં વાવેતર અંગે ખેડૂત આગેવાન મહોબતસિંહે લોકોને માર્ગદર્શન આપ્યું હતું. ગૂગળના 2,50,૦૦૦ થી વધુ વૃક્ષોના ઉછેરથી મળેલ પરિણામો તેમણે વર્ણવ્યા હતા. તો ભુજપુર મોટીના ઉપસરપંચ માણેકભાઈએ અદાણી ફાઉન્ડેશન સાથે રહીને 1,૦૦,૦૦૦ થી વધુ વૃક્ષારોપણ અને ઉછેરની સફળ કામગીરી અંગે વાત કરી હતી. આ પ્રસંગે પ્લાસ્ટિક મુક્ત ભુજપુર બનાવવાના પંચાયતના પ્રયાસોની સફળતા પણ જણાવાઈ હતી. ગાય આધારિત ખેતી પૃથ્વીના સંરક્ષણમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. પ્રવીણભાઈ જસાણીએ ગાય આધારિત ખેતી દ્વારા પૃથ્વીનું જતન કરવાના ઉપાયોને રસપ્રદ રીતે રજૂ કર્યા હતા. જ્યારે ઊર્મિલભાઇ ગાલાએ ટપક સિંચાઇનું મહત્વ સમજાવતા કચ્છમાં સુગંધિત પાકોની વિપુલ શક્યતા અંગે માર્ગદર્શન આપ્યું હતું. એટલું જ નહી, તેમણે પોષણક્ષમ ભાવે તેને ખરીદી લેવા ખાતરી પણ આપી હતી. અદાણી ફાઉન્ડેશનના ગુજરાત સી.એસ.આર.હેડ પંક્તિબેન શાહે કહ્યું કે “પૃથ્વી એક જ ગ્રહ જીવસૃષ્ટિ માટે છે. તેને બચાવી જતન કરવું એ આપણાં સૌની ફરજ છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા વનીકરણ અને વ્યક્તિગત રીતે ખેડૂતોને જે ફળઝાડના રોપા ઉછેર માટે મદદ કરવામાં આવે છે.“ વિશ્વ પૃથ્વી દિવસને આંતરરાષ્ટ્રીય મધર અર્થ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉજવણીનો હેતુ લોકો પૃથ્વીનું મહત્વ સમજે અને પર્યાવરણ સંરક્ષણ કરી પૃથ્વીને બચાવવા સંકલ્પબદ્ધ બને તેવો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!