JETPURRAJKOT

નાગરિકો-વહીવટીતંત્ર વચ્ચેનો સંવાદ અને સૌહાર્દનો સેતુરૂપ ‘‘સ્વાગત’’ કાર્યક્રમ

તા.૨૭ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુર, ઉપલેટા, લોધિકા, કોટડાસાંગાણી, રાજકોટ શહેર પૂર્વમાં આવેલાં કુલ ૫૩૫ પ્રશ્નોનો ત્વરિત સુખદ ઉકેલ

સામાન્ય નાગરિકોની સમસ્યાઓનું ઘરઆંગણે જ સરળતાથી નિવારણ થઈ શકે તે માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦ વર્ષ પહેલા સ્વાગત કાર્યક્રમ શરુ કર્યો હતો. જેના વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં “સ્વાગત સપ્તાહ કાર્યક્રમ” યોજાઇ રહ્યા છે જે અંતર્ગત ગત તા. ૨૫ના રોજ રાજકોટ જિલ્લામાં જેતપુર,ઉપલેટા,લોધિકા,કોટડાસાંગાણી,રાજકોટ શહેર પૂર્વ ખાતે આયોજિત સ્વાગત કાર્યક્રમ અંતર્ગત કુલ ૫૩૫ પ્રશ્નોનો ત્વરિત સુખદ ઉકેલ લવાયો હતો.

રાજકોટ જિલ્લામાં લોધિકા ખાતે કલેકટરશ્રી પ્રભવ જોષીનાં અધ્યક્ષસ્થાને યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં રૂડા, માર્ગ અને મકાન વિભાગ – પંચાયત, જી.આઈ.ડી.સી. જી.પી.સી.બી., ડી.આઈ.એલ.આર., સિંચાઈ સહીતનાં વિભાગોના ગ્રામ્ય કક્ષાએ ૧૪૬ અને તાલુકા કક્ષાએ ૨૦ સહીત ૧૬૬ પ્રશ્નો રજુ થયા હતા, જેનું રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારીશ્રી વિવેક ટાંક, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહીત સંકલન સમિતિના તમામ તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં સુખદ નિરાકરણ આવ્યું હતું. કોટડાસાંગાણી ખાતે પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડનાં અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાએ ૨૧ અને ગ્રામ્ય કક્ષાએ ૭૭ સહીત કુલ ૯૮ પ્રશ્નો રજુ થયા હતા. રાજકોટ શહેર પૂર્વમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામકશ્રી આર.એસ.ઠુંમરનાં અધ્યક્ષસ્થાને ૨૩ પ્રશ્નો રજુ થયા હતા.

ઉપલેટા તાલુકામાં રાજકોટ પ્રાદેશિક નગરપાલિકાઓના અધિક કલેકટરશ્રી ઈલાબેન ચૌહાણનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પ્રાંત અધિકારીશ્રી જે.એન.લીખીયા, મામલતદારશ્રી એમ.ટી.ધનવાણી, તાલુકા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં રાશનકાર્ડ, જમીન સંબંધિત, રસ્તાઓ સંબંધિત, વિધવા સહાય સહીતનાં તાલુકા કક્ષાએ ૪૫ અને ગ્રામ્ય કક્ષાએ ૯૪ સહીત કુલ ૧૩૯ પ્રશ્નો રજુ થયા હતા. સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ સામાન્ય જનતાની સમસ્યાનો સુચારૂ ઉકેલ લાવવાની દિશામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યું છે. પરિણામે નાગરિકો-વહીવટીતંત્ર વચ્ચેનો સંવાદ અને સૌહાર્દનો સેતુ જળવાઈ રહે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!