GUJARATMORBITANKARA

ટંકારા:બંગાવડીના પાટીયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત

ટંકારા:બંગાવડીના પાટીયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા નવઘણભાઈ આયદાનભાઈ સવસેટાએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ૧૬ના રોજ તેમના મોટાભાઈ મહેશભાઈ સવસેટા મારૂતી સુઝુકી કંપની ની XL6 કાર G-J-36-R-4314 લઈને લતીપર ગામે વ્યવહારીક કામકાજ સબબ ગયા હતા. જ્યાં વ્યવહારીક કામ પુરૂ કરી રાત્રીના સમયે લતીપર ગામેથી તેઓ ખાખરાળા તરફ આવતા હતા એ સમયે બંગાવડી ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે ટંકારા થી જામનગર તરફ આવતા રોડ ઉપર આરોપી ટ્રક ચાલક પોતાનો ટ્રક RJ-27-GC-3586 લઈને આવતો હતો.

મહેશભાઈ કંઈ સમજે તે પહેલા જ સામેથી આવતા ટ્રક સાથે કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં કારના ડ્રાઇવર સાઈડના ભાગ પર ટ્રક જોરથી અથડાતા કાર રોડ પર ગોળાકાર ફરી ગઈ હતી અને તેમાં નુકસાની થઈ હતી. અકસ્માતને પગલે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને મહેશભાઈ ને કારમાંથી બહાર કાઢ્યા હતા આ અકસ્માતમાં મહેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં તેમને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને હાલ તેઓ રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!