DANGWAGHAI

ડાંગ:વઘઈની જી.ઈ. બી વિભાગીય કચેરીનાં શુભારંભ કાર્યક્રમનાં બેનરમાં ભારે છબરડો જોવા મળ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વેપારી મથક એવા વઘઈ ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વિભાગીય કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો છે.આજરોજ રાજ્યનાં નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનાં મંત્રી કનુભાઈ દેસાઈનાં અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.તેમજ આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.વઘઈ વિભાગીય કચેરી કાર્યરત થવાથી DGVCL ને વાર્ષિક 3.0036 કરોડનો વધારાનો ખર્ચ થશે.વિભાજન થવાથી વઘઇ અને નવસારી ગ્રામ્ય વિભાગીય કચેરીઓના વિસ્તાર અને ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થશે.વિભાગીય કચેરીઓના વિસ્તાર અગાઉ મોટો હોવાથી ગ્રાહકલક્ષી સેવાઓ માટે વધુ સમય લાગતો હતો.હવે નવી વઘઇ વિભાગીય કચેરી બનવાથી વિસ્તાર ઘટી જશે અને ગ્રાહકલક્ષી સેવાઓ અંગેનાં નિર્ણય અને જરૂરી મંજુરી ઝડપથી લઈ શકાશે.તેમજ વધઇ અને સુબીર તાલુકાનાં છેવાડાના ગ્રાહકોને નવી વિભાગીય કચેરી બનતા આશરે 80 કિ.મી.જેટલું અંતર ઘટી જશે અને નજીકમાં જ ગ્રાહકલક્ષી સેવાઓ મળી રહેશે. એચટી.ગ્રાહકોને વીજ બીલની ચુકવણીમાં સરળતા રહેશે.તેવામાં જી.ઈ. બી વિભાગીય કચેરીનાં શુભારંભ કાર્યક્રમનાં બેનરમાં જી.ઈ.બીનાં અધિકારીઓએ ભારે છબરડા વાળ્યા હતા.દક્ષિણ ગુજરાત વીજ કંપનીની નવીન વિભાગીય કચેરી વઘઇનાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં સ્ટેજ ઉપર લગાવવામાં આવેલ બેનરમાં નામ અને ફોટા અલગ જોવા મળતા ઉપસ્થિત લોકોમાં રમૂજ પેદા થઈ હતી.આ બેનરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ફોટા નીચે વલસાડ-ડાંગનાં સાંસદ ડૉ કે.સી.પટેલનું નામ જોવા મળ્યુ હતુ.જ્યારે મુખ્યમંત્રી ભપેન્દ્રભાઈ પટેલનાં ફોટા નીચે ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવીતનું નામ તથા નાણા મંત્રી કનુભાઇ દેસાઈના ફોટા નીચે ધારાસભ્ય વિજય પટેલનું નામ લખવામાં આવતા ભારે છબરડો જોવા મળ્યો હતો.ડાંગ જિલ્લાનાં વઘઇ જી.ઈ. બી વિભાગીય કચેરીના ઉદ્ઘાટનમાં લગાવવામાં આવેલ બેનરમાં જી.ઈ.બીએ ભારતનાં વડાપ્રધાનનું નામ,મુખ્યમંત્રીનું નામ અને રાજ્યનાં નાણા મંત્રીનાં ફોટા નીચે નામમાં ભૂલ કરતા ઉપસ્થિત લોકોમાં ગણગણાટ જોવા મળ્યો હતો..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!