AHAVADANG

ડાંગ જિલ્લામાં વિદ્યાર્થીનીઓ દ્વારા ‘તેજસ્વીની પંચાયત’ કાર્યક્રમ યોજાયો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
લૈંગિક અસમાનતા બાબતે જાગૃતિ વધારવા સાથે શિક્ષણ, આરોગ્ય, કામકાજના સ્થળો સહિત જીવનના અન્ય પાસાઓમાં છોકરીઓ/બાલિકાઓ સામે આવતી અડચણો દૂર કરવાની દિશામાં, અને સમાજમાં મહિલાઓને સમાન દરજ્જો મળી રહે તે માટે આયોજિત રાષ્ટ્રીય બાલિકા દિવસ કાર્યક્રમના ભાગરૂપે, ડાંગ જિલ્લાના આહવા ખાતે જિલ્લા સેવા સદનના સભાખંડમાં ‘તેજસ્વીની પંચાયત’ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં દીકરીઓ/બાલિકાઓને જ કાર્યક્રમનું સુકાન સોંપી, તેમના દ્વારા ‘તેજસ્વીની પંચાયત’ ચલાવવામા આવી હતી.જિલ્લાની તેજસ્વીની બાલીકાઓને સન્માનિત કરવામાં આવી હતી.
બાલિકાઓ દ્વારા પ્રશ્નોત્તરી અને ચર્ચાઓ કરવામા આવી હતી. જેમા ઉપસ્થિત ડાંગના ઇન્ચાર્જ કલેક્ટર શ્રી બી.બી.ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ દ્વારા બાલિકાઓને શિક્ષણને લગતી માહિતી આપી હતી. તેમજ ઉચ્ચ અભ્યાસની તકો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સરકાર દ્વારા આપવામા આવતી સુવિધાઓ અને સહાય અંગેની જાણકારી આપી હતી.

અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિંમાશુ ગામિતે તરૂણાવસ્થાની વિગતો સાથે વિદ્યાર્થીઓને આરોગ્ય જાળવણી અંગેની જાણકારી પુરી પાડી હતી. આહવા તાલુકા પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરીએ નાની વયે લગ્ન ન કરવા અંગે સુચન કર્યુ હતુ. તેમજ વિધ્યાર્થીનીઓને મુંઝવતા પ્રશ્નોનુ નિરાકરણ  અને તે અંગેની ચર્ચા કરી હતી.

કાર્યક્રમમા મહાનુભાવોના હસ્તે વ્હાલી દીકરી યોજનાના પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યા હતા. માતાઓને મમતા કીટનુ વિતરણ કરાયુ હતુ. તેમજ કિશોરીઓને પોષણ કીટ અને તેજસ્વીની વિધ્યાર્થીઓને પ્રમાણ પત્ર, શીલ્ડ એનાયત કરવામા આવ્યા હતા.

આ કાર્યક્રમમા મતદાર જાગૃતિ અંગે વિધ્યાર્થીઓને માહિતી આપવામા આવી હતી. અંતમા “રાષ્ટ્રીય બાલિકા દિવસ” પર પરિવારમાં દીકરી જન્મને વધાવી, દીકરીઓના સમ્માન અને સશક્તિકરણનો સંકલ્પ કરી “દીકરી બચાવીએ, દીકરી ભણાવીએ, સમાજની પ્રગતિનો માર્ગ અપનાવવા અંગે પ્રતિજ્ઞા લેવામા આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!