GUJARAT

MORBI મોરબીના ઘુંટુ રોડ ઉપર બાઈકની ઠોકરે નવ વર્ષના બાળકનું સારવારમાં મોત

MORBI મોરબીના ઘુંટુ રોડ ઉપર બાઈકની ઠોકરે નવ વર્ષના બાળકનું સારવારમાં મોત

મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સીરામીક સામે શાકભાજીના થળા પાસે રમી રહેલ શ્રમિક પરિવારના નવ વર્ષના બાળ-કિશોરને બાઇકે હડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતના બનાવમાં બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા પ્રથમ મોરબી સ.હોસ્પિ. ત્યારબાદ વધુ સારવારમાં માટે રાજકોટ ખસેડાતા જ્યાં સારવાર દરમિયાન નવ વર્ષના બાળકનું મોત નિપજતા શ્રમિક પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. સમગ્ર અકસ્માતના બનાવમાં અકસ્માત સર્જી બાઈક ચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હતો.

અકસ્માતની મળતી માહિતી અનુસાર મૂળ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાટીયા ગામના વતની અને મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સોફાઈ ગોડાઉનની ઓરડીમાં રહેતા કરશનભાઇ કાળુભાઇ ડફેર ઉવ-૪૦ એ મો.સાયકલ રજી.નં. જીજે-૩૬-એજી-૦૭૭૮ ના ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા.૦૪/૧૨ ના રોજ મોરબી જુના ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સીરામીકની સામે મેઘ સીરામીક તરફ જતા રસ્તાના ખૂણે આવેલ શાકભાજીના થડા પાસે કરશનભાઈનો પુત્ર રમી રહેલ હોય ત્યારે ઉપરોક્ત રજી. નંબરના મો.સાયકલ ચાલકે પોતાનું મો.સા. પુરપાટ ગતિએ બેફિકરાઈથી ચલાવી કરશનભાઇના નવ વર્ષના પુત્રને ઠોકરે ચડાવી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં કરશનભાઇના પુત્રને માથાના પાછળના ભાગે ઇજા પહોંચતા પ્રથમ મોરબી સિબિલ હોસ્પિ. અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિ. ખાતે સારવારમાં દાખલ કરેલ હતો. જ્યાં ચાલુ સારવારમાં તા.૦૭/૧૨ ના રોજ કરશનભાઇનો પુત્ર મરણ ગયો હતો. આ અકસ્માત સર્જી મો.સા. ચાલક પોતાના હવાલા વાળું ઉપરોક્ત મો.સા. લઈને અકસ્માતના સ્થળેથી નાસી ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ ચલાવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!