ANANDANAND CITY / TALUKO

આણંદમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા કરતા કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી

આણંદરવિવાર :: કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રીશ્રી ડૉ. ભાગવત કરાડે જણાવ્યું છે  કેવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં છેલ્લા નવ વર્ષમાં કેન્દ્ર સરકારની વિવિધ ગરીબ કલ્યાણલક્ષી યોજનાઓના લાભો જન જન સુધી પહોંચ્યા છે. જેને પરિણામે ગરીબોનું જીવનધોરણ સુધરવાની સાથે તેઓ સમાજમાં સ્વમાનભેર જીવન જીવી રહ્યા છે.

કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રીશ્રી ડૉ. ભાગવત કરાડે સરકીટ હાઉસઆણંદ ખાતે આણંદ જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી હતી.

કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રીશ્રી ડૉ. ભાગવત કરાડે કેન્દ્ર સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓને સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવા અનુરોધ કરી પાત્રતા ધરાવતો એકપણ લાભાર્થી યોજનાના લાભથી વંચિત ન રહે તે જોવા જણાવ્યું હતું.

આણંદ જિલ્લામાં નવીન નિર્માણ પામનાર સિવિલ હોસ્પિટલ અંગે સિવિલ સર્જન શ્રી ડો. અમર પંડ્યાએ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ થનાર સેવાઓની મંત્રીશ્રીને જાણકારી આપી હતી.

જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો.પૂર્વી નાયકે પોષણ અભિયાનની વિગતો આપી હતી. લીડ બેંક મેનેજરે જિલ્લામાં પ્રધાનમંત્રી મુદ્રા યોજનાસ્વનિધિ યોજનાજન ધન યોજના અંગે થયેલ કામગીરીની મંત્રીશ્રીને જાણકારી આપી, જિલ્લાની બેંકો દ્વારા આપવામાં આવતી લોન અંગેની પણ વિગતો આપી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય  અધિકારી ડો. કાપડિયાએ જિલ્લામાં આયુષ્માન ભારત કાર્ડની વિગતો આપતા તેના લાભાર્થી અને અત્યાર સુધીમા  ચૂકવવામાં આવેલ રકમઆ ઉપરાંત પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાકસ્તુરબા પોષણ સહાય યોજનાઓની પણ વિસ્તૃત વિગતો આપી હતી.

પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ નિધિપ્રધાનમંત્રી આવાસ યોજનાડૉ. આંબેડકર આવાસ યોજનાઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શન સ્કીમ અંગે પણ કલેક્ટરશ્રીએ મંત્રીશ્રીને પ્રેઝન્ટેશન દ્વારા વિગતો આપી હતી.

પ્રારંભમાં  જિલ્લા કલેકટરશ્રી ડી.એસ.ગઢવીએ મંત્રીશ્રીને આવકારી આણંદ જિલ્લામાં ભારત સરકારની વિવિધ યોજનાઓની થયેલ પ્રગતિ અંગે મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા.

આ બેઠકમાં સાંસદ શ્રી મિતેષભાઇ પટેલધારાસભ્ય સર્વ શ્રી વિપુલભાઈ પટેલ અને શ્રી યોગેશભાઈ પટેલજિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપનાજિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રવિણકુમારજિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે. વી. દેસાઈસિવિલ સર્જન શ્રી ડૉ. અમર પંડ્યા,  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉઆર.બી.  કાપડિયાલીડ બેંક મેનેજર શ્રી સહિત વિવિધ અમલીકરણ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!