AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

સંખેડામાં ડાકણનો આરોપ મુકનારાનો પર્દાફાશ.

વુદ્ધાને ડાકણનો આરોપ મુકનારાએ માંફી માંગી લીધી.

– વુદ્ધા, મહિલા નિર્દોષ સાબિત ભોઇ પરિવાર ના ૪ ઈસમોને કાયદાનું ભાન થયું.

– ડાકણ શબ્દપ્રયોગ કરવો કાયદામાં પ્રતિબંધ

– ધુણીને મહિલાએ વૃદ્ધાને ડાકણ કહેતા જાથાએ પર્દાફાશ કર્યો

– છોટા ઉદેપુર જિલ્લા પોલીસ વડાએ ખાસ બંદોબસ્ત ફાળવ્યો.

– સખેડાં ભોઇવાડામાં ટોળેટોળા ઉમટી પડ્યા

– સંખેડા પોલસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી.

 

અમદાવાદ સંખેડા ભોઇવાળામાં રહેતા વૃદધા મહિલા ઉપર, ધુણીને ડાકણનો આરોપ મુકનારાનો ભારત જન વિજ્ઞાન જાથા ની ટીમે પોલિસ સ્ટેશનની મદદથી સફળ પર્દાફાશ કર્યો હતો મફતભાઈ ખોડાભાઈ પરિવાર ના ચાર સદસ્યો એ માફી માંગી લેવાથી મામલો થાળે પડ્યો હતો લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ડાકણ શબ્દ પ્રોયોગ કરનારા પરિવારે માફી પત્ર સાથે કબૂલાતનામું આપી દીધું હતું

બનાવની વિગત પ્રમાણે રાજકોટ કર્યાલયે પીનલ નવીનભાઈ ભોઇ એ રૂબરૂ આવી આપવીતી માં જણાવ્યું કે મારી માતા મમતાબેન દાદીમાં સવિતાબેન ને અમારા કુટુંબી જનની પુત્રવધુ યોગીની એ ધુણી ને ડાકણ છે તેવું જાહેર કરતા અમારે જીવવું દુસ્કર બની ગયું છે દાદી માં વારમંવાર મોત માંગી લેવા ઉપચારણો કરે છે અમો નિર્દોષ છીએ અમોને ખબર નથી છતાં છેલ્લા ત્રણ ચાર વર્ષ થી માનસિક પરેશાન છિયે પ્રસંગો એ જવું મુશ્કેલ બની ગયું છે માતા વારમંવાર આપધાત નો વિચાર કરે છે. ઘરમાં અજુગતું બને તે પહેલા વિજ્ઞાન જાથા ખોટો આરોપ મુકનારાઓ ને ખુલ્લા કરે તેવી રજુઆત કરવામાં આવી હતી પીનલભાઈ એ આરોપ મુકનારામાં મફતભાઈ ખોડાભાઈ ભોઇ, ભગવતીબેન ભોઇ, વિજયભાઈ ભોઈ, ધુણતી યોગીનીબેન ના નામો આપ્યા હતા. ભવિષ્યમાં બીજો પરિવાર હેરાન ન થાય તેવી જાથા પાસે રજુઆત કરી હતી ધુણતી યોગીની માથાભારે બહુ છે પરિવારજનોને હેરાન કરે છે ખોટા નામો આપીને નિર્દોશ ને હેરાન કરવાનું કામ કરે છે

વિજ્ઞાન જાથાએ ખરાઇ કરવા ભાનુબેન ગોહિલ, અંકલેશ ગોહિલ, ને રૂબરૂ મોકલતા સઘળી હકીકત સાચી નિકળી હતી.

જાથાએ છોટા ઉદયપુર જિલ્લા પોલીસવડા, ઉચ અધિકારીઓને પત્ર પાઠવી પોલીસ બંદોબસ્ત ની માંગણી કરતાં સંખેડા પોલીસ સ્ટાફ ફાળવી દિધો હતો.

જાથાના જયંત પંડ્યાના વડપણ હેઠળ સાહિલ રાજદેવ, પ્રકાશ મનસુખભાઇ, અંક્લેશ ગોહિલ, ભાનુબેન ગોહિલ, સ્થાનિક કાર્યકરો સંખેડા પોહચી ગયા, ત્યાં નવીનભાઈ ખોડાભાઇ ભોઈ, મમતાબેન, રોહિણીબેન, આદર્શભાઈ, ખોડાભાઇ દલપતભાઈ, ધનુંબેન ખોડાભાઇ, વૃદ્ધા સવિતાબેન મળ્યા હતા. જરૂરી આધાર પુરાવા મેળવ્યા હતા. સંખેડા પોલીસ સ્ટેશન માંથી હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ, કરમતભાઈ, હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ અબાલાલભાઈ, પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ બાબુભાઈ, પોલીસ કોન્સટેબલ કોમલબેન રણવીરસિંહ, હેડ કોન્સ્ટેબલ રાયસંગભાઈ સહિત સ્ટાફ ભોઈવાળામાં પોંહચી ગયો.

 

ડાકણનો આરોપ મૂકનાર પરિવારના ચારેય સદસ્યોને રૂબરૂ મળી. પરિસ્થિતિથી વાકેફ કર્યા લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા. મફતભાઈ, વિજયભાઈ, ભગવતીબેન, ધુણતી યોગિની પરિસ્થિતિ પામિજતા ભૂલ કબૂલી માફી માંગવા લાગ્યા. ડાકણ શબ્દ બદલ વારંવાર જાથાના ખુંટનીએ પડી ગયા. વૃદ્ધા, મહિલાની માંફી માગી લીધી, માંફી પત્ર- કબુલાતનામાં માં સહી કરી દીધી હતી, ધુણતી યોગીની વારમાં વાર રડતી હતી, જાથા એ સાંત્વના આપી હતી, મફતભાઈઓના ભાઈઓએ એકવાર માંફી આપવા રજુ આત કરી હતી, ભવિષ્યમાં મફતભાઈ પરિવાર કદી ડાકણ શબ્દ બોલશે નહી તેવી ખાત્રી આપી હતી,

જાથાના એડવોકેટ ચેરમેન જયંત પંડ્યાએ ડાકણ શબ્દ બોલવો એ કાનુની ગુનો બને છે. મહિલા ઉપર ખોટો આરોપ મૂકવો કાનુની ગુનો બને છે. તેની સમજ આપી હતી, ચારેય આરોપ મુકનારાને કાયદાનું ભાન જાથા એ કરાવ્યું હતુ પોલીસે સુલેહ શાંતિના પગલા ભરવાની કાયેવાહી કરી,

જાથાએ જિલ્લા પોલીસવડા, આઇ.જી.પી.નો આભાર માન્યો હતો. જિલ્લા એલ.આઇ.બી, જિલ્લા કટ્રોલ, સંખેડા પોલીસ સ્ટાફે મદદ કરી હતી, આસપાસ વિસ્તારમાં જાથાની ખબર પડતા દોરા-ધાગા કરનારામાં સોંપો પડી ગયો હતો, રાજ્યમાં ખોટો આરોપ મુકનારા સામે જાથા કાનુની કાર્યવાહી કરશે તેવી જાહેરાત કરી હતી, સંખેડા પોલીસને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા,

_____________________________________

ફોટો તસ્વીર :- સંખેડા ભોઈવાડામાં રહેતા મફતભાઈ ખોડાભાઈ ભોઈ પરિવાર માંફી માંગતા નજરે પડે છે. પૂછપરછ કરતા જાથાના જયંત પંડયા,

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!