AHAVADANG

ડાંગ: સુબીર ખાતે યોજાયો રાગી અને તુવર મિનીકિટ વિતરણ કાર્યક્રમ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ મામલતદાર કચેરી, સુબીર ખાતે આંતરરાષ્ટ્રીય હલકા ધાન્ય વર્ષ-૨૦૨૩ (મિલેટ વર્ષ)ની ઉજવણીનાં ભાગ રૂપે  જિલ્લા પંચાયત ડાંગની ખેતીવાડી શાખા દ્રારા નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન યોજના હેઠળ, ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય તેમજ વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલનાં અધ્યક્ષ સ્થાને  રાગી અને તુવર મિનીકિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ દરમ્યાન સુબીર તાલુકામાં રાગી ૭૫૦ અને તુવર ૨૬૧ કિટનું વિતરણ કરાયું હતું.

નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ દ્રારા પાક વાવણીને અનુરૂપ પાકોનું આયોજન કરવા માટે ખેડૂતોને આગ્રહ કર્યો હતો. તથા પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે નાના ચેકડેમ બનાવી આ સમસ્યાના નીરાકરણની પહેલ કરી હતી. તૃણ ધન્ય પાકોના ખોરાકમાં મહત્વ ઉપર ભાર આપવામાં આવ્યો હતો. તથા પ્રાકૃતિક ડાંગ જિલ્લામાં તૃણ ધન્ય પાકોનું ઉત્પાદન વધારવા વૈજ્ઞાનિક પદ્ધતિથી વાવેતર કરવા તેમજ સરકારશ્રી દ્રારા ચાલતી વિવિધ યોજનાનો લાભ મેળવી સધ્ધરતા તરફ આગળ વધવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

શ્રી પટેલે પીએમકિશાન યોજના હેઠળનાં લાભાર્થીઓને નજીકના સીએસસી સેન્ટર  અથવા ગ્રામ પંચાયત પર જઈ બાકી e-kyc પૂર્ણ કરવા જણાવ્યું હતું.

કાર્યક્રમમાં ખેડૂતોને યોજનાકીય, પ્રાકૃતિક ખેતી, હલકા ધાન્ય ખરીફ ખેતપધ્ધતિ વિષે  ખેતીવાડી, આત્માનાં અધિકારીઓ દ્રારા  માર્ગદર્શન અપાયું હતું .

આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પંચાયતના ઉત્પાદન સહકાર અને સિચાઈ સમિતિનાં અધ્યક્ષશ્રી સવિતાબેન, સુબીર તાલુકાનાં સદસ્યશ્રીઓ-સુમિત્રાબેન, રખુનાથભાઈ, દિનેશભાઈ, સરપંચ શ્રી વસંતભાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી હર્ષદભાઈ પટેલ, મદદનીશ ખેતી નિયામક શ્રી વિજયભાઈ, મહામંત્રી શ્રી દિનેશભાઈ સુબીર તાલુકાના કારોબારી અધ્યક્ષ શ્રી રતિલાલ રાઉત, ગ્રામસેવક, અનોશભાઈ ,આત્મા સ્ટાફ  તેમજ  મોટી સંખ્યામાં ખેડૂત લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!