DANGGUJARAT

Dang : દક્ષિણ ડાંગ વન વિભાગનાં વાંસદા નેશનલ પાર્ક કાર્ય વિસ્તારમાં વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ પ્રાપ્ત વિગતો અનુસાર વન્ય પ્રાણી સપ્તાહ 2023 ન્યુ ઉજવણીનાં ભાગરૂપે દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા અલગ અલગ રેન્જનાં કાર્ય વિસ્તારમાં પ્રાણી સપ્તાહની સાથે તા.02/10/2023 થી તા.08/10/2023 સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધર્યુ હતુ.ત્યારે દક્ષિણ ડાંગની વાંસદા નેશનલ પાર્ક રેન્જ વિસ્તારમાં પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીનાં ભાગરૂપે વાંસદા નેશનલ પાર્કનાં આર.એફ.ઓ જી.એસ.ભોયેનાં માર્ગદર્શન હેઠળ મહુવાસથી ખરજઈ રોડ સુધી મીની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમજ નવતાડ પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યુ હતુ.તા.04/10/2023નાં રોજ વાંસદા થી વઘઈ મેન રોડ ઉપર તાડપાડા સમિતિના સભ્યો દ્વારા સાફસફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અને ગ્રામજનોને વન્ય પ્રાણી સંરક્ષણ માટે  સ્ટાફ દ્વારા મિટિંગ કરી ગ્રામજનોને વન્ય પ્રાણી તથા પર્યાવરણ આપણા જીવનમાં કેટલા ઉપયોગી છે તેવી સમજણ આપી હતી. આંબાબારી પ્રાથમિક શાળામાં વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત વાંસદા નેશનલ પાર્કના સ્ટાફ દ્વારા શાળામાં વિદ્યાર્થીઓની રેલી નું આયોજન કરી ગ્રામવાસીઓને વન્યજીવનનું રક્ષણ, જતન અને મહત્વ અંગે સમજણ આપવાનો પ્રયત્ન કર્યો હતો.જ્યારે રંગપુર શાળાના બાળકોને પણ વાંસદા નેશનલ પાર્કનાં કેમ્પ સાઈટે ઇન્ટર પીટીશન સેન્ટર ખાતે પ્રાણીઓના અલગ અલગ અવાજો અને પ્રાણીઓની વિશેષતા વિશે જાણકારી આપવામાં આવી હતી.મહુવાસ ખાતે એનજીઓ અને સ્ટાફનાં માણસો દ્વારા લેક્ચરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.અને શાળાના બાળકોને પ્રશ્નોત્તરી કરી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરી હતી..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!