AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARAT

સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવું તમને ભારે પડી જશે, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલને મળી મંજૂરી

ગુજરાતમાં હવે કલમ 144નું ઉલ્લંઘન કરી દેખાવ કરનાર સામે ગુનો નોંધાશે. વાત જાણે એમ છે કે, ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ ને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. મહત્વનું છે કે, આ બિલ માર્ચ- 2021માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયુ હતુ. જોકે હવે આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતાં પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ IPC સેક્શન 188 હેઠળ કાર્યવાહી હાથ ધરી શકે છે.

હવે પોલીસ પોતે જ ફરિયાદી બની શકશે
ગુજરાતમાં હવે વિરોધ પ્રદર્શન કરવું ભારે પડી શકે છે કારણકે ગુજરાતમાં હવે કલમ 144નું ઉલ્લંઘન કરનાર સામે ગુનો નોંધાશે. ગુજરાત વિધાનસભામાં આ બિલ રજુ કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ આ બિલ રાષ્ટ્રપતિન પાસે ગયુ હતું જેના પર આજે મોહર લાગી ગઈ હતી.  ગુજરાત વિધાનસભામા આ બિલ વર્ષ 2021ના માર્ચમાં રજૂ કરવામાં આવ્યુ હતું. આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતા હવે પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ આઈપીસી ધારા 188 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરશે. હવે ગુજરાત પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકશે. સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં CRPCની કલમ 144નો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિ પાસેથી આ બિલ પાસ થતા પોલીસ પ્રદર્શનકારી સામે પગલા લેશે તો કોર્ટ અવમાનનાનો કેસ નહીં નોંધી શકે તેમજ આ સાથે હવે સરકાર વિરોધી પ્રદર્શનમાં પોલીસ પોતે જ ફરિયાદી બની શકશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!