NAVSARIVANSADA

વાંસદાના ઐતિહાસિક ટાવરની મરામત માટે ૩ લાખની ગ્રાન્ટ ફાળવેલ હતી

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ વાંસદા

 

  • વાંસદાના ઐતિહાસિક ટાવરની મરામત માટે ૩ લાખની ગ્રાન્ટ ફાળવેલ હતી
    —–
    ઐતિહાસિક ટાવરની યોગ્ય જાળવણી થાયએ જરૂરી છે જી.પં સભ્ય શિવેન્દ્રસિંહ સોલંકીએ ટાવરની મરામત માટે ૩ લાખ ફાળવ્યા
    —-

વાંસદા તાલુકો રજવાડી નગરી તરીકે ઓળખાય છે. ત્યારે આ ઐતિહાસિક ટાવર રજવાડાં સમયનો છે પરંતુ હાલ આ રાજાશાહી વખતનો ટાવર જાણવણીના અભાવે જર્જરિત હાલતમાં ફેરવાઈ જવા પામ્યો છે. વાંસદા શહેરની વચ્ચો વચ આવેલ રાજા રજવાડા સમયનો ઐતિહાસિક ટાવર આવેલ છે જેનું જતન પુરાતત્વને કરવાનું હોય છે.
-પણ હાલની સ્થિતિમાં આ ઐતિહાસિક સ્મારકની સ્થિતિ કફોળી બની છે નગરની શાન ગણાતા, આવા ઐતિહાસિક સ્મારકોની જાળવણી માટે સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા કામગીરી કરવાની હોય છે. ત્યારે આ ઐતિહાસિક ટાવરની હાલત એવી છે કે જે જાળવણીના અભાવે હાલ જર્જરિત છે
ત્યારે રાજ્ય સરકાર એક બાજુ આવી ઇમારતોની જાળવણી કરવા માટે મોટી-મોટી જાહેરાતો કરી રહી છે. પરંતુ વાસ્તવિક ચિત્ર તો આ ઇમારતો જે હાલતમાં છે તેજ કહી શકે શકાય તેમ છે. ત્યારે ઐતિહાસિક સ્મારકો જાળવણીના અભાવે નષ્ટ થવાના આરે ઉભી છે.ત્યારે રાજ્ય સરકારનું પુરાતત્વ વિભાગ આ બાબતે યોગ્ય પગલાં ભરે ઐતિહાસિક ટાવરની કરી યોગ્ય જાળવણી થાયએ જરૂરી છે
નગરની આન બાન અને શાન સમાન ઐતિહાસિક ટાવર ની મરામત માટે શાસક પક્ષ નેતા અને જિલ્લા પંચાયત સભ્ય એવા શિવેન્દ્રસિંહ સોલંકી દ્વારા ૨૯-૧૦-૨૦૨૧ ના રોજ જિલ્લા પંચાયત ની ગ્રાન્ટ માંથી ૩ લાખ ફાળવવામાં આવ્યા હતા મરામત નો ખર્ચ વધુ હોવાના કારણે કામગીરી હજુ શરૂ કરવામાં નથી આવી.સરપંચ અને ડેપ્યુટી સરપંચની રજૂઆત બાદ આવનારા દિવસોમાં બીજી ગ્રાંટ પણ ફાળવવામાં આવસે તેવું જાણવા મળ્યું હતું
ટાવર નું કામ હાલ ૩ લાખ માંથી મરામત ચાલુ કરી દેવામાં આવી છે આ ઐતિહાસિક ટાવર રજવાડાં સમયનો છે, વાંસદા ના મહારાજા શ્રી દિગવીરેન્દ્રસિંહજી જ્યારે રાજ સોંપ્યું ત્યારે તેમણે આ નગર સરકારને સોંપ્યું હતું સરકાર આના મરામત માટે કટિબદ્ધ છે,પણ કોઈ દાતા જો આમાં પોતાનું યોગદાન આપવા માંગતા હોય તો તે આવકાર્ય છે. આ ટાવર સમગ્ર વાંસદા નગરની શાન છે કોઈ વ્યક્તિ કે સંસ્થા નો નથી ઐતિહાસિક ટાવરની યોગ્ય જાળવણી થાયએ જરૂરી છે તેમ જી પં. સદસ્ય શિવેન્દ્રસિંહ સોલંકી-નેતા શાસક પક્ષ એ જણાવ્યું હતું

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!