KUTCHMUNDRA

મુન્દ્રા તાલુકા પંચાયતની સામાન્ય સભા વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી

20-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

મુન્દ્રા કચ્છ :- મુન્દ્રા તાલુકા પંચાયત કચેરીના સભાખંડ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ રાણીબેન ચેતનભાઇ ચાવડાના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજવામાં આવી હતી જેમાં ગત મિટિંગની કાર્યવાહીની નોંધનું વાંચન કરવામાં આવ્યું હતું અને ગત મિટિંગમાં પસાર કરવામાં આવેલ ઠરાવની અમલવારીની સમીક્ષા કરવામાં આવી હતી. તાલુકા પંચાયતના હિસાબનીશ સંજયભાઈ નીનામાએ વર્ષ 2022 – 23નું સુધારેલ અને વર્ષ 2023 – 24નું અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેમાં જાહેર બાંધકામ ક્ષેત્રે 2 કરોડ 25 લાખ જેટલી માતબર રકમની ફાળવણી સાથે સરકાર દ્વારા આવતી ગ્રાન્ટ, સ્વભંડોળ અને લોન – દેવા વિભાગ મળીને એકંદરે 19 કરોડ 22 લાખની પુરાત વાળું અંદાજપત્ર તૈયાર કરી અવલોકન અર્થે જિલ્લા પંચાયત કચેરી ખાતે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તદુપરાંત સામાન્ય સભામાં તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા નવીનભાઈ ફફલ દ્વારા સરકારી દવાખાનામાં મહેકમ મુજબની સ્ટાફની ભરતી કરવા, સોનોગ્રાફી – એક્સરે જેવી મશીનરી તાકીદે રીપેર કરીને ચાલુ કરવામાં આવે તો તાલુકાની પ્રજાને આરોગ્યની સેવાઓ સમયસર મળી રહે એવી રજૂઆત કરી હતી. ઉપરાંત બારોઇ અને લુણી વચ્ચે તાજેતરમાં જ બનેલા રોડની ગુણવત્તા બાબતે મોનીટરીંગ કરવામાં આવે, લુણી ગામના રસ્તા અને ગટર લાઈનની કામગીરી તથા નગરપાલિકા દ્વારા દબાણ હટાવાતા તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં દુકાનો બનાવીને આવક ઉભી કરવા અંગે પણ સૂચનો કરવામાં આવેલ હતા. ભુજપુર વિસ્તારના સદસ્ય મહિપતસિંહ જાડેજાએ અલગ પંચાયત અંગેની રજૂઆત કરી હતી. જ્યારે લુણી વિસ્તારના સદસ્ય અલ્તાફ રેલીયા દ્વારા ગૌચર જમીન અંગેની રજૂઆત કરીને ગામની ગાયો માટે યોગ્ય વ્યવસ્થા કરી આપવાની ધારદાર રજૂઆત કરી હતી.આ ઉપરાંત તમામ સદસ્યો દ્વારા તાલુકાના ગામોમાં ચાલતા વિકાસ કામો અંગે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોને વિશ્વાસમાં લઈને જાણકારી આપવામાં આવે એવી રજૂઆત કરતા તાલુકા વિકાસ અધિકારી અનિલભાઈ ત્રિવેદીએ આ અંગે સરપંચો અને ચૂંટાયેલા સદસ્યોની મીટીંગનું આયોજન આગામી સમયમાં કરવાની ખાત્રી આપી હતી. અને શક્ય એટલા વિકાસના કામોની તંત્ર દ્વારા જાત મુલાકાત લેવામાં આવે છે એવી જાણકારી આપી હતી. સમગ્ર સભાનું સંચાલન વિસ્તરણ અધિકારી ગિરિરાજસિંહ ઝાલાએ કર્યું હતું જ્યારે આભારવિધિ ભગીરથસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!