JUNAGADHJUNAGADH CITY / TALUKO

જુનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતીની ઉજવણી કરાઈ

જુનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતીની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ: કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ દ્વારા તારીખ : ૨૩મી જાન્યુઆરી – ૨૦૨૩ને સોમવારના રોજ સવારે ૯.૦૦ કલાકે નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી જન્મજયંતી નિમિતે જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તથા કૃષિ ઈજનેરી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવેલ. જુનાગઢ કૃષિ યુનિવર્સીટીના સંશોધન નિયામકશ્રી અને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો એચ. એન. ગાજીપરા, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિ નિયામક ડો. આર. એમ સોલંકી, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિધાલયના પ્રિન્સીપાલ અને ડીનશ્રી ડો. એન. કે. ગોંટિયા, કુલસચિવશ્રી ડો. કલ્પેશ કુમાર તેમજ વિવિધ ફેકલ્ટીના પ્રિન્સીપાલ અને ડીનશ્રીઓ ડો. ડી. કે. વરુ, ડો. સી. ડી. લખલાણી, તેમજ કૃષિ યુનિવર્સીટીના વિવિધ વિભાગોના પ્રાધ્યાપક અને વિભાગીય વડાશ્રીઓ સંશોધન ઇજનેરશ્રીઓ, પોલીટેકનીક કોલેજના આચાર્યશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓએ અને કૃષિ ઈજનેરી કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરેલ.
આ કાર્યક્રમના સફળ સંચાલન માટે કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજના જીમખાના ચેરમન ડો. સંજય ચોલેરા, હિરેન દલસાણીયા, મિતેશ દવે, પ્રતિક પંડ્યા, વિપુલ ભટ્ટ વિગેરેએ ભારે જહેમત ઉઠાવેલ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!