BHARUCH

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન. સી. સી.,આણંદ દ્વારા આયોજિત એડવાન્સ લીડર શીપ કેમ્પ ની સાંસ્કૃતિક કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરાઈ

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન. સી. સી.,આણંદ દ્વારા આયોજિત એડવાન્સ લીડર શીપ કેમ્પ ની સાંસ્કૃતિક કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરાઈ.
____________________ગ્રુપ મુખ્યાલય,વલ્લભ વિદ્યાનગર નાં ઉપક્રમે
૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. આણંદ દ્વારા આયોજિત એડવાન્સ લીડરશીપ કેમ્પ માં આર્મી, નેવી, એરફોર્સ નાં ૩૦૦ સિનિયર કેડેટ થામણા ખાતે ભાગ લઈ રહ્યા છે.જેઓ નેતૃત્વ અને એસ.એસ.બી. પરીક્ષાલક્ષી માર્ગદર્શન અને તાલીમ આ કેમ્પ માં તા.૧૯ જાન્યુઆરી થી ૨૮ જાન્યુઆરી ૨૦૨૩ સુધી થામણા માં પૂર્ણ કરી . મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત નાં પસંદ કરાયેલ આ કેડેટો ને નેતૃત્વ નાં ગુણો નો વિકાસ કરવા માટે એક્સપર્ટ રેગ્યુલર આર્મી ઓફિસર, એક્સ્પા ટીમ દ્વારા આર્મી અધિકારી તરીકે ભર્તી થવા જરૂરી તમામ માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સાથે અભિપ્રેરણ, નૈતિકતા, નિર્ણય લેવાની પ્રક્રિયા, વ્યક્તિત્વ વિકાસ,પોતાના વિચાર રજૂ કરવાની શક્તિ, સ્ટેજ શો કે લેક્ચર લેવાની પ્રતિભા શક્તિ કેમ ખીલવવી, સર્જનાત્મક અભિવ્યક્તિ, જટીલ વિચાર, સમસ્યા નિવારણ, નકારાત્મક વિચારો થી દુર રહેવું, મુશ્કેલી પરિસ્થિતી માંથી બહાર કેમ નીકળવું,આદર્શ નાગરિકતા વિગેરે જેવાં વિષય નિષ્ણાત દ્વારા ખાસ વક્તવ્ય આયોજીત કર્યા. પ્રહાર અને લક્ષ્ય ચલચિત્ર દ્વારા કેડેટ ને સેના માં ભરતી અને ટ્રેનિંગ પ્રક્રિયા વિશે સઘન જાણકારી આપી.આ ઉપરાંત અમૂલ ચોકલેટ ફેકટરી- મોગર, અમૂલ ડેરી – આણંદ તથા સરદાર મેમોરિયલ,મ્યુઝીયમ, કરમસદ ની ૩૦૦ કેડેટો એ શૈક્ષણિક પ્રવાસ દ્વારા મુલાકાત લઈ જરૂરી જાણકારી મેળવી.કેમ્પ નાં અંતિમ દિવસે મુખ્ય અતિથિ વિશેષ શ્રી ચંદ્રકાંત એ. પટેલ( મુખી) તેમજ સિનિયર સિટીઝન ફોરમ નાં વડીલો સમક્ષ રંગારંગ કાર્યક્રમ માં કેડેટો એ મરાઠી,રાજસ્થાની અને ગુજરાતી લોકનૃત્ય, નાટક તથા લોકગીત રજૂ કર્યા. આ કેમ્પ માં ડેપ્યુટી કેમ્પ કમાન્ડન્ટ કર્નલ શ્રીકાંત નટરાજન એ કેમ્પ ની પૂર્ણાહુતિ પ્રસંગે પોતાના વક્તવ્ય માં આ શિબિર નો ઉદ્દેશ્ય સિદ્ધ થયો છે એમ જણાવ્યું હતું. ડેપ્યુટી કમાન્ડન્ટ કર્નલ શ્રીકાંત નટરાજન એ સતત હાજર રહી માર્ગદર્શન આપી કેડેટો ને તાલીમ માટે અભિપ્રેરિત કર્યા. કેમ્પ ની પૂર્ણાહુતિમાં રોકડ પુરસ્કાર થી કેડેટો ને પુરસ્કૃત કરાયા.આભાર વિધિ મેજર પ્રતિક્ષા પટેલ એ કરી.આ સમગ્ર કેમ્પ નું સંચાલન વહીવટી અધિકારી મેજર કવિતા રામદેવપુત્રા અને તેમની સ્ટાફ ટીમે સુંદર રીતે કર્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!