JUNAGADHVISAVADAR

સત્તાધારના ગાદીપતિ પૂ.વિજયબાપુના નેજા હેઠળ તા. ૩૦મીએ પૂ.શામજીબાપુની ૪૦મી પૂણ્યતિથિ ઉજવાશે

તા. ૩૦મી જાન્યુઆરી સોમવારનાં રોજ સવારથી જ પૂજન, અર્ચન, આરતી, સમાધી પૂજન, સંતવાણી, સંત ભોજન સહિતના કાર્યક્રમો યોજાશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જીલ્લાના સતનો આધાર એવા સત્તાધારની પાવનકારી અને પવિત્ર જગ્યા ખાતે તા.૩૦મી જાન્યુઆરી સોમવારના રોજ સત્તાધારના ૬ઠ્ઠા ગાદીપતિ પીર મહંત ભકતભુષણ પૂ.શામજીબાપુની ૪૦મી પૂણ્યતિથિની ભાવભેર ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.
જેમાં સવારથી જ અનેક વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે, ત્યારે સતાધારની જગ્યાનાં ગાદિપતિ પૂ.વિજયબાપુનાં માર્ગદર્શન હેઠળતડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે.
વિસાવદર નજીક આવેલા આંબાજળ નદીના કાંઠા નજીક સતનો આધાર એવી સત્તાધારની પાવનકારી જગ્યા ઉપર હાલ વર્તમાન ગાદીપતી પૂ.વિજયબાપુ બિરાજમાન છે, અહીં આવનારા તમામ ભાવિકોની સુખ, સુવિધા જળવાય તેમજ તેઓને પ્રસાદ-ભોજન સહીતની વ્યવસ્થા તેમજ જો રોકાણ કરવું હોય તો પણ સુંદર મજાની વ્યવસ્થા પૂ.વિજયબાપુ દ્વારા કરવામાં આવી રહી છે. પૂ.વિજયબાપુના માર્ગદર્શન હેઠળ સત્તાધારની સુવિખ્યાત અને પાવનકારી જગ્યા ખાતે અનેક સેવાકીય કાર્ય અને ધાર્મિક કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ જગ્યાનો વિકાસ પણ ખુબજ વ્યવસ્થિત થઈ રહ્યો છે. નવા ભવનના નિર્માણ તેમજ ભોજન વ્યવસ્થાની સુંદર કામગીરી તેમજ સ્ટેજ માટેના ભવનનું નિર્માણ તેમજ ગૌ માતા માટે ખુબજ સુંદર ગૌશાળાનું નિર્માણ સાથે ગાય માતાની પણ સેવા કરવામાં આવી રહી છે અને પૂ.વિજયબાપુ દ્વારા સંતો દ્વારા જે રાહ બતાવેલ છે, તે સેવા અને ધર્મની ધજા ફરકાવી રહેલ છે.
ત્યારે હજારો ભકતોની મનોકામના પૂર્ણ કરનાર સત્તાધારની આ પવિત્ર જગ્યાના વર્તમાન ગાદીપતી પૂ.વિજયબાપુના માગદર્શન હેઠળ તા.૩૦/૧/૨૦૨૩સોમવારના રોજ છઠ્ઠા ગાદીપતી અને પીર મહંત ભકતભુષણ પૂ.શામજીબાપુની ૪૦મી પુણ્યતિથીની ઉજવણી કરવામાં આવનાર છે. આ અંગે પૂ.વિજયબાપુએ જણાવ્યું હતું. કે, ૩૦મી જાન્યુઆરીના રોજ સવારથી જ પૂ.શામજીબાપુની પુણ્યતિથિની ભક્તિભાવભેર ઉજવણી કરવામાં આવશે. પૂજન, અર્ચન, આરતી, સમાધી પૂજન, સંતવાણી તેમજ સંતો માટેનું ભોજન સહીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ પુણ્યતિથિના અવસરે ભાવિક ભકિતોને પધારવા પૂ.વિજયબાપુ દ્વારા ભાવ ભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!