MAHISAGARSANTRAMPUR

સંતરામપુર તાલુકાના મોટી ખરસોલી સિંચાઈ તળાવની કેનાલમાં રીપેરીંગ કામ કરવા માટેની પ્રબળ લોકમાં ઉઠવા પામી છે

રિપોર્ટર….
અમિન કોઠારી
સંતરામપુર

સંતરામપુર તાલુકાના મોટી ખરસોલી સિંચાઈ તલાવ ની કેનાલમાં સાફસફાઈ ને રીપેરીંગ ની કામગીરી વહેલી તકે કરવા લોકમાંગ ઉઠી……

 

 

સંતરામપુર તાલુકા માં નાની સિંચાઈ વિભાગ હસ્તક આવેલ મોટી ખરસોલી સિંચાઈ તલાવ નું પાણી ખેડુતોને ખેતી માટે મળી રહે તેવા શુભ હેતુ સાથે મોટી ખરસોલી સિંચાઈ તલાવ માંથી કેનાલ કાઢવામાં આવી છે.

આ કેનાલ ધવરા મોટી ખરસોલી,એનદ્રા, બુધપુર, મહાપુર ને ભુખી વિસ્તારના ગામો ના ખેડુતોને આ સિંચાઈ તલાવ નું પાણી ખેડુતોને ખેતી માટે મળતું હતું ,

પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ સિંચાઈ તલાવ કેનાલ ની સાફસફાઈ વ્યવસ્થિત રીતે નહીં થતી હોવાનાં કારણે અને કેનાલનું જરુરી રીપેરીંગ કામો નહીં કરવામાં આવતાં આ કેનાલ નું પાણી મોટી ખરસોલી થી આગળ કેનાલમાં નહીં જતાં મોટી ખરસોલી થી આગળ ના ગામડાં ઓના ખેડુતોને ખેતી માટે પાણી મળતું નથી જે કેટલે અંશે વ્યાજબી ગણાય??!!

અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે,
ખેડુતો ને સિંચાઈ ના પાણી નો લાભ મોટી ખરસોલી સિંચાઈ તલાવ માં પાણી હોવાં છતાં પણ, નાની સિંચાઈ વિભાગના અધિકારીઓ અને કમઁચારી ઓની બેદરકારી ને નિષ્કાળજી ને લીધે કેનાલની રેગ્યુલર સાફ સફાઈ ન થવાને કારણે ખેડૂતોને ભર શિયળામાં સિંચાઈના પાણીનો લાભ ન મળતા ખેડુતોમાં સરકારી તંત્ર નાં આવા વહીવટ પ્તયે ભારે રોષ પ્રગટેલો જોવાં મળે છે.
આ કેનાલ ની સાફસફાઈ વ્યવસ્થિત રીતે કરાય ને કેનાલનું જરુરી રીપેરીંગ કામ ખેડૂતો નાં હીતમાં વહેલી તકે હાથ ધરવામાં આવે તેવી ખેડુતો ની પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!